મોરબી જિલ્લા પોલીસ અને ફાયર વિભાગ દ્વારા મકનસર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મોકડ્રીલ યોજાઈ

- text


મોરબીઃ આજ રોજ તારીખ 5 જૂન ને સોમવારના રોજ મકનસર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મોરબી જિલ્લા પોલીસ તથા ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજે મકનસર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પીટી પરેડનું આયોજન કરાયું હતું. જે દરમિયાન પોલીસ અધિક્ષકની આજ્ઞા અનુસાર તેમજ નાયબ પોલીસ અધિક્ષકની હાજરીમાં મોરબી ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના પોલીસ કર્મચારીઓને જિલ્લામાં બનતા આગના બનાવો સમયે ફાયર વિભાગની ટીમ આવે ત્યાં સુધી તકેદારીના ભાગરૂપે શું કરી શકાય તે અંગે માહિતગાર કરાયા હતા. આ ઉપરાંત ફાયર વિભાગ દ્વારા ઉપયોગમાં લેવાતા અત્યાધુનિક વાહન તથા સાધનો અંગેની માહિતી ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા તથા તેમની ટીમ દ્વારા આપવામાં આવી હતી. આ તકે જિલ્લા પોલીસના કર્મચારીઓ પાસે આગના બનાવો બને તેવા સમયે તકેદારીના ભાગરૂપે કરવામાં આવતી બચાવ કામગીરીનું ડેમોટ્રેશન કરાવવવામાં આવ્યું હતું. આ મોકડ્રીલ દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક પી.એસ. ગોસ્વામી, નાયબ પોલીસ અધિક્ષક, મોરબી પી.એલ.ઝાલા, રીઝર્વ પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એમ. ચૌહાણ તથા અલગ અલગ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને 170 જેટલા કર્મચારીઓ હાજર રહ્યા હતા.

- text

- text