ગામને પીવાનું પૂરતું પાણી નહીં મળે તો રાજીનામું આપવાની સરપંચની ચીમકી

- text


ટંકારાના ટોળ ગામના પાણી પ્રશ્ને સરપંચ આકરા પાણીએ

ટંકારાઃ ટંકારા તાલુકાના ટોળ ગામે છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી ન મળી રહ્યું હોવાથી સરપંચે મામલતદારને રજૂઆત કરીને પાણી પૂરું પાડવા જણાવ્યું છે.

ટોળ ગામના સરપંચ ગઢવાળા અબ્દુલભાઈએ જણાવ્યું છે કે, ટોળ ગામે પીવાનું પાણી ટંકારા સંપથી ટોળ અમરાપરને મળતું હતું, જેમાં ટોળ ગામને છેલ્લા 15 દિવસથી પાણી મળતું નથી. આ અંગે અનેક વખત પાણી પુરવઠાને રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજ દિવસ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. ગામ લોકો પણ પાણીની સમસ્યાથી પરેશાન છે ત્યારે જો પાણી નહીં મળે તો સરપંચ પદેથી રાજીનામું આપી દેવાની ફરજ પડશે. ગામ લોકોને પીવાના પાણી માટે અન્ય કોઈ વિકલ્પ નથી ત્યારે તાત્કાલિક અસરથી પીવાના પાણીની વ્યવસ્થા થાય તેવી મામલતદાર સમક્ષ ટોળ ગામના સરપંચે રજૂઆત કરી છે.

- text

“પાણી ચોરો સામે કડક કાર્યવાહી કરાશે : પંચાયત”

ટંકારાઃ ટંકારા તાલુકાના ટોળ ગામમાં ટંકારા સંપથી ટોળ ગામ સુધી પાણી આવી રહ્યું છે. જે પાણીની ચોરી કરવામાં આવી રહ્યું હોવાનું ગ્રામ પંચાયતના ધ્યાને આવ્યું છે. ત્યારે પાણી ચોરી કરનાર ઈસમો સામે ગ્રામ પંચાયતે લાલ આંખ કરી છે અને કડક કાર્યવાહી કરવા તૈયારી દાખવી છે. ટોળ ગામના સરપંચે જાહેર નોટીસ પાઠવીને જણાવ્યું છે, જે કોઈ વ્યક્તિ પાણી ચોરી કરતાં ધ્યાને આવશે તેની સામે પોલીસ ફરિયાદ કરી કાયદાકીય પગલાં ભરવામાં આવશે.

- text