મોરબીમાં યોગ શિબિર તેમજ યોગયાત્રા યોજાઈ

- text


વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે કોમન યોગા પ્રોટોકોલ અંતર્ગત ઉપસ્થિત યોગસાધકોએ યોગા કર્યા

મોરબી : વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે કોમન યોગા પ્રોટોકોલ અંતર્ગત મોરબીના સનસીટી ખાતે યોગ શિબિર અને યોગયાત્રાનું આયોજન કર્યું હતું જેમાં ઉપસ્થિત યોગસાધકોએ યોગા કર્યા હતા.

ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી મોરબી દ્વારા વિશ્વ યોગ દિવસ ઉજવણીના ભાગરૂપે સન સિટી મેદાન ખાતે કોમન યોગા પ્રોટોકોલ અંતર્ગત યોગ શિબિર તેમજ યોગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બહોળી સંખ્યામાં યોગસાધકો ઉપસ્થિત રહી યોગા કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોરબી જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર વાલજીભાઈ ડાભી તથા જિલ્લા રમત-ગમત અધિકારી બુધાભાઈ નાકિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, યોગા બોર્ડ ગાંધીનગરના તજજ્ઞ અનિલભાઈ ત્રિવેદી, કચ્છ ઝોનના કો-ઓર્ડીનેટર વિજયભાઈ શેઠ, મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા પ્રમુખ બી.આર. હુંબલ તથા યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text