મોરબી કલેક્ટરને આવેદન : જૂનાગઢમાં દીકરી ઉપર દુષ્કર્મ અને હત્યા કરનાર નરાધમોને ફાંસીની સજા આપો

- text


મોરબીના ચુવાળીયા કોળી ઠાકોર સમાજે જૂનાગઢની ધૃણાસ્પદ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી

મોરબી : જૂનાગઢમાં સમાજની દીકરી ઉપર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર નરાધમો સામે મોરબીના ચુવાળીયા કોળી ઠોકર સમાજે ફિટકારની લાગણી વરસાવી છે અને મોરબીના ચુવાળીયા કોળી ઠોકર સમાજે જૂનાગઢની ધૃણાસ્પદ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી કલેક્ટરને આવેદન આપી સમાજની દીકરી ઉપર હેવાનીયતભર્યું કૃત્ય કરનાર નરાધમોને કડકમાં કડક સજા આપવાની માંગ કરી છે.

મોરબીના ચુવાળીયા કોળી ઠોકર સમાજે કલેક્ટર આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે, જૂનાગઢમાં સમાજની દીકરી ઉપર નરાધમોએ હેવાનીયતની હદ વટાવી દુષ્કર્મ આચરી સળગાવી નાખી નિર્મમ હત્યા કરી નાખી હતી. જેમાં મુખ્ય આરોપી સૂરજ સોલંકી ઉર્ફે સૂરજ ભુવો સહિતના આરોપીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હોય આ આરોપીઓ ધાર્મિક અને રાજકીય ઓથ ધરવતા હોય તેથી રાજકીય ઓથ મળે તેવી ભીતિ હોય સમાજની દીકરીને ન્યાય મળે તે માટે આ બનાવની તસથ તપાસ કરી જઘન્ય કૃત્ય કરનાર આવા નરાધનોને ફાંસીની સજા આપવાની માંગ કરી છે.

- text

- text