છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક દિવસ નિમત્તે ભવ્ય મશાલ રેલી યોજાશે

- text


હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક દિવસને આજે 350 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરાશે : અલગ અલગ બે રૂટમાં રેલી નીકળશે

મોરબી: આજે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં હિન્દુ સમાજ દ્વારા હિન્દુ સામ્રાજ્ય દિનની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત કાર અને બાઈક દ્વારા મશાલ રેલી યોજાશે.

છત્રપતિ શિવાજી મહારાજના સ્વરાજ્યના 350 વર્ષ થઈ રહ્યા છે, ત્યારે હિન્દુ સ્વરાજ્યનો પાયો નાખનાર હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યભિષેક દિવસને હિન્દુ સામ્રાજ્ય દિન તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત મોરબીમાં આજે કાર અને બાઇક દ્વારા મશાલ રેલી યોજી હિન્દુ સામ્રાજ્ય દિનની ઉજવણી થશે. મશાલ રેલી રાત્રે 9:00 કલાકે અલગ અલગ બે રૂટમાં નીકળશે.

પ્રથમ રૂટમાં મશાલ રેલી ઉમા ટાઉનશિપ, બાલા હનુમાન મંદિર, આશાપુરા પાન સ્ટોર, ગાયત્રી પ્રોવિઝન સ્ટોર, રામકૃષ્ણ ગરબી ચોક, કુળદેવી પાન થઈ મહારાણા પ્રતાપ સર્કલે સંપન્ન થશે. જ્યારે બીજો રૂટ પાવન પાર્ક (મેલડી માતાનું મંદિર), ઋષિકેશ વિદ્યાલય, રામેશ્વર મહાદેવ મંદિર, હાઉસિંગ મેઇન રોડ, મહારાણા પ્રતાપ સર્કલે રહેશે. આ મશાલ રેલીમાં તમામ ભાઈઓ બહેનોને જોડાવવા જાહેર અનુરોધ કરાયો છે.

- text

- text