તા.7થી 11 જૂન વચ્ચે સમગ્ર રાજ્યમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદની આગાહી

- text


બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં 2 સાયક્લોન સર્જાયા હોય પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ

મોરબી : સમગ્ર ગુજરાતમાં પ્રિમોન્સુન એક્ટિવિટી સતત વધી રહી છે, ત્યારે ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગે આગામી 7થી 11 જૂન દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

ઓણસાલ આખા વર્ષ દરમિયાન સતત કમોસમી વરસાદ વરસ્યો છે ત્યારે આગામી તા.7થી 11 જૂન વચ્ચે પ્રિમોન્સૂન એક્ટિવિટી હેઠળ ધોધમાર વરસાદ વરસે તેવી શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં 2 સાયક્લોન વિકસિત થઈ રહ્યા છે. જેના પરિણામે જૂનના બીજા સપ્તાહમાં ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ ખાબકી શકે છે.

- text

પ્રિમોન્સુન એક્ટિવિટી બાદ ગુજરાત રાજ્યમાં ચોમાસુ બેસી જશે. તેવામાં જૂનના અંત સુધીમાં સમગ્ર ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ બેસી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર પાકિસ્તાન પર ચક્રવાતી પરિભ્રમણ સક્રિય થયું છે, જ્યારે દક્ષિણપૂર્વ રાજસ્થાન પર પણ ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે. આ બંને સિસ્ટમની અસરને કારણે બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, નવસારી અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિત કેટલાક સ્થળોએ વરસાદની અપેક્ષા સાથે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

- text