શિષ્યવૃતિ કૌભાંડમાં ત્રણ શિક્ષકો વિરુદ્ધ ફરિયાદ નોંધવા તજવીજ

- text


વાંકાનેરના શિક્ષણ વિભાગમાં રૂ.53 લાખના કૌભાંડમાં વાંકાનેર સીટી પોલીસે નિવેદનો નોંધીને કાર્યવાહી હાથ ધરી

વાંકાનેર : વાંકાનેર તાલુકામાં શિક્ષણ વિભાગમાં ત્રણ શિક્ષકોએ રૂ.53 લાખનું શિષ્યવૃતિ કૌભાંડ કર્યું હોવાનું બહાર આવ્યા બાદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કૌભાંડકારી ત્રણ શિક્ષકો સામે ફોજદાદી કાર્યવાહી હાથ ધરી છે અને વાંકાનેર સીટી પોલીસ દ્વારા આ કૌભાંડ મામલે ત્રણ શિક્ષકોના નિવેદનો લઈને તેમની સામે વિધિવત ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના શિક્ષણ વિભાગમાં ત્રણ શિક્ષકો અરવિંદભાઈ પરમાર, અબ્દુલભાઈ શેરસિયા અને હિમાંશુભાઈ પટેલએ સાથે મળીને મોટી ઉચાપત કરી હતી. જેમાં ત્રિપુટી શિક્ષકો ગરીબ બાળકોની શિષ્યવૃત્તિ અને અન્ય ગ્રાન્ટ બરોબર હજમ કરી ગયા હતા અને ત્રણેય શિક્ષકોએ કુલ રૂ.53 લાખનું કૌભાંડ કર્યું હતું. આ બનાવ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે , વાંકાનેરના કૌભાંડકારી શિક્ષકો સામે ખાતાકીય અને ફોજદારી કાર્યવાહી થઈ રહી છે અને ટુક સમયમાં આ ત્રણ શિક્ષકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે.

- text

જ્યારે વાંકાનેર સીટી પોલીસે કહ્યું હતું કે, વાંકાનેરના શિક્ષણ વિભાગમાં ભષ્ટાચાર મામલે નિવેદનો લેવાય ગયા છે. હજુ સુધી કાયદેસરની ફરિયાદ નોંધાઈ નથી. પણ આજ સાંજ સુધીમાં વિધિવત ફરિયાદ નોંધાઈ જશે. ત્યારબાદ આગળની કાર્યવાહી થશે.

- text