ટંકારાના ઓવરબ્રિજ નીચે પેસેન્જરો માટે નવુ પિકઅપ પોઈન્ટ બનશે

- text


ટંકારા : ટંકારાના ધારાસભ્ય દુલભજી દેથરીયાએ રાજકોટ જામનગર જતા પેસેન્જરો માટે ઓવરબ્રિજ નીચે નવુ પિકઅપ પોઈન્ટ બનાવવા લગત વિભાગને સુચના આપી ટુક સમયમાં સર્વે અને કામગીરી હાથ ધરી મુસાફરોને મુશ્કેલી માથી મુકતી મળશે. નવ નિર્માણ પામેલ બસ સ્ટેશનમાં મોરબી તરફથી આવતી એક પણ બસો ઓવરબ્રિજને કારણે જતી નથી ત્યારે આ સમસ્યાના સમાધાન સ્વરૂપે નવુ પિકઅપ પોઈન્ટ ફાળવાયુ છે.

ટંકારા તાલુકો જાહેર થયા બાદ 22 વર્ષે બસ સ્ટેન્ડ મળ્યું પરતું ખાટલે મોટી ખોટ પડી અને ઓવરબ્રિજના કારણે લાખોના ખર્ચે તૈયાર બસ સ્ટેન્ડ એક તરફી સગવડીયુ બન્યું અને રાજકોટ કે જામનગરથી આવતી તમામ બસો બસ સ્ટેન્ડમા જતી હોય પણ મોરબી તરફથી આવતી બસ પોબારી ભણી મુકતી હોય મુસાફરો માટે એજ ઠંડી ગરમી અને વરસાદમાં ખુલ્લા આકાશ નિચે ઉભા રહી ધુળ ડમરીઓ ખાવાનો વખત ચાલી રહ્યો છે. તેથી ટંકારાના ધારાસભ્ય દુલભજી દેથરીયાને આ અંગે ધ્યાન દોરતા તાકીદે એસ ટી વિભાગ સાથે સંપર્ક કરી આ સમસ્યાનું સમાધાન કરવા લતીપર ચોકડી પાસે નવુ પિકઅપ પોઈન્ટ ફાળવવા અને તાકીદે સર્વે અને કામ શરૂ કરી પ્રજાના પશ્રને પડતી પરેશાની હલ કરવા કવાયત હાથ ધરી છે.

- text

- text