મોરબી : સગીરાને મુંબઈ ભગાડીને લઈ ગયેલ આરોપીની ધરપકડ

- text


ફરિયાદ નોંધાતા જ પોલીસે આરોપીની અટકાયત કરી

મોરબી : મોરબીમાં રહેતી સગીરાની સતત પજવણી કરીને એક શખ્સ મુંબઈ ભગાડી લઈ ગયા બાદ પરત આવતા સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. આથી ફરિયાદ નોંધાતા જ પોલીસે તુરંત આરોપીને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં રહેતી સગીરાને યશરાજ પરમાર નામનો શખ્સ પજવણી કરતો હતો. આ શખ્સ જ્યારે સગીરા ઘરની બહાર નીકળે ત્યારે તેનો પીછો કરીને હેરાન પરેશાન કરતો હતો. તેમજ થોડા દિવસો અગાઉ આરોપી સગીરાનું અપહરણ કરીને મુંબઈ ભગાડી લઈ ગયો હતો અને મુંબઈ રોકાયા બાદ સગીરા સાથે તે પાછો મોરબી આવ્યો હતો. આથી ઘરે પરત આવેલી સગીરાએ આ બાબતની પિતાને જાણ કરતા તેણીના પિતાએ આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધીને તુરંત આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text