કાળુ, ભૂરો અને ભોડીએ એક્ટિવા અથડાવા મામલે ત્રણને ધોકાવ્યા

- text


હળવદમા એક્ટિવા બાઈક અથડાવા મામલે પાંચ વિરુદ્ધ વળતી ફરિયાદ

હળવદ : હળવદના આંબેડકર સર્કલ નજીક એક્ટિવા અને બાઈક અથડાવા મામલે ગઈકાલે ચાર ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આ બનાવમાં સામે પક્ષે પણ કાળું, ભૂરા અને ભોડી સહિતના પાંચ શખ્સોએ માર માર્યો હોવા અંગે વળતી ફરિયાદ નોંધાઇ છે.

હળવદ પોલીસ મથકમાં ફરિયાદી વિપુલ ધીરજભાઈ તારબુંદીયાએ આરોપી કિશન ઉર્ફે કાળુ, કિશનનો ભાઈ ભોડી, ભાવેશ ઉર્ફે ભાવુભા ઠાકોર, કિશનના કાકાનો પુત્ર તેમજ ભૂરો દેવાભાઈ કોળી નામના પાંચ ઈસમો વિરુદ્ધ એક્ટિવા સાથે ફરિયાદી વિપુલનું બાઈક અથડાવા મામલે મારામારી કરી પાંચેય આરોપીઓએ ફરિયાદી તેમજ સાહેદ અનિલ અને બળદેવભાઈને માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હોવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

- text

- text