હળવદ પંથકમાં 964 ખેડૂતોએ ટેકાના ભાવે ચણા વેચ્યા

- text


હળવદમાં સરકારે ખેડૂતો પાસેથી 96 હજાર મણ ચણાની ટેકાના ભાવે ખરીદી કરી

હળવદ : હળવદ પંથકમાં સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટકાના ભાવે 96 હજાર મણ ચણાની ખરીદી કરી છે. ટેકાના ભાવે ચણાનું વેચાણ કરવા માટે 1347 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી હળવદના 964 ખેડૂતોએ ટેકાના ભાવે ચણાનું વેચાણ કર્યું હતું.

હળવદના 964 ખેડૂતોએ ટેકાના ભાવે ચણાનું વેચાણ કરતા સરકાર દ્વારા ખેડૂતો પાસેથી 96 હજાર મણ ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. જેમાંથી એક ખેડૂત પાસેથી 125 મણ ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. જેમાં ચણાનો પ્રતિ મણ રૂ.1067 ભાવ આપવામાં આવ્યો હતો. હળવદ ખરીદ વેચાણ સંઘના મેનેજર દર્શનભાઈ માકાસણાએ જણાવ્યું હતું કે, ચણાનું જે રજિસ્ટ્રેશન થયું હતું. તેમાં તમામ ખેડૂતોએ ચણાનું વેચાણ કરી દીધું છે. હવે ચણાની ટેકાના ભાવે ખરીદી બંધ કરવામાં આવી છે. હાલ રાયડાની ટેકાના ભાવે ખરીદી ચાલુ છે. એ પણ બે ત્રણ દિવસમાં પૂર્ણ થશે. રાયડાનો ભાવ રૂ.1090 છે. જેમાં 150 જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

- text

ટેકના ભાવે ચણાની ખરીદીમા ચણાના બજાર ભાવ રૂ.950થી 970 વચ્ચે છે. જ્યારે ટેકાનો ભાવ રૂ. 1067 હોવાથી ખેડૂતોને સારો ફાયદો થયો હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.

- text