ગરમીના પારા સાથે મગજનો પારો પણ હાઈ ! ગુજરાતમાં મારમારીની ઘટનાઓ વધી

- text


શિયાળાની તુલનાએ ઉનાળામાં મારામારીના કેસમાં 30 ટકા જેટલો વધારો

મોરબી : કાળઝાળ અંગ દઝાડતી ગરમીમાં મે મહિનાના પ્રારંભ સાથે ઉનાળાએ અસલ મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે ત્યારે કાળઝાળ ગરમીમાં ઝઘડા, મારામારી, ઘર્ષણ થવાના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં શિયાળાની સરખામણીએ ઉનાળામાં મારામારીના કેસમાં 30 ટકા જેટલો વધારો થયો છે.

જાગરણ ગુજરાતીના રિપોર્ટ મુજબ ઈમરજન્સી સેવા 108 પાસેથી પ્રાપ્ત આંકડાઓ જોતા ગુજરાતમાં મે મહિનાના 20 દિવસમાં જ મારામારીના 2668 કેસ નોંધાયા છે. આમ પ્રતિ દિવસે મારામારીથી ઈજા થવાના સરેરાશ 133 કેસ નોંધાય છે. જેની સરખામણીએ શિયાળો જ્યારે ચરમે હોય છે તેવા ડિસેમ્બરમાં ગત વર્ષે 3217 કેસ નોંધાયા હતા. આમ ડિસેમ્બરમાં મારામારીથી ઈજાના દરરોજના સરેરાશ 130 કેસ સામે આવ્યા હતા.

નવેમ્બર 2022થી જાન્યુઆરી 2023 એમ શિયાળાના 3 મહિનામાં મારા-મારીથી ઈજાની ઘટનાના કુલ 9313 કેસ નોંધાયા હતા. જેની સરખામણીએ માર્ચ 2023થી 20 મે 2023 સુધી 10463 કેસ નોંધાયા છે. આમ શિયાળાના 3 મહિના કરતાં ઉનાળામાં મારામારીની ઘટનામાં 13 ટકા જેટલો વધારો થયો છે. કાળઝાળ ગરમીના આ સમયગાળામાં ગુનાખોરીની ઘટનામાં પણ વધારો થતો હોવાનું સામે આવ્યું છે. ઉનાળામાં મારામારીથી ઈજાથી થતાં કેસમાં વધારો તે મનોચિકિત્સકો માટે પણ સંશોધનનો વિષય બન્યો છે.

- text

તજજ્ઞોના મતે વાતાવરણ મનુષ્યના વર્તન માટે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવતું હોય છે. ઉનાળાના આકરા તાપમાં બહાર નીકળેવી વ્યક્તિ ટ્રાફિક સિગ્નલમાં અત્યંત નાની વાતે પણ મોટો ઝઘડો કરવા ઉતરી પડે છે અને ઘણી વાર તે મારામારીમાં પણફેરવાય છે. જેમાં એન્ઝાઇટીની સમસ્યા હોય તેવા દર્દી વધારે બેચેની અનુભવવા લાગે છે અથવા આક્રમક બની જાય છે. જે વ્યક્તિ અગાઉથી જ સ્ટ્રેસમાં હોય તેમની સમસ્યા પણ ઉનાળામાં વધી જતી હોય છે. તજજ્ઞોનું માનવું છે કે જેમને એક્ઝાઇટી કે વધારે પડતા સ્ટ્રેસની સમસ્યા હોય તેમણે ઉનાળામાં બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઇએ. વૃદ્ધો અને સ્ટ્રેસની દવા લેતી વ્યક્તિએ – ઉનાળામાં ખાસ તકેદારી રાખવી જોઇએ.

- text