વાંકાનેર, મોરબીમાં જુગારના ત્રણ દરોડામાં આઠ જુગારી ઝડપાયા

- text


મોરબી / વાંકાનેર : મોરબી જિલ્લામાં દારૂ જુગારની બદી ઉપર પોલીસ ધોસ બોલાવી રહી છે ત્યારે ગઈકાલે મોરબીના બેલા, વાંકાનેરના રાતીદેવળી રોડ અને માટેલ શીતળાધાર વિસ્તારમાં પોલીસે અલગ અલગ ત્રણ દરોડામાં આઠ જુગારીઓને પાના ટીંચતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

જુગાર અંગેના પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે બેલા ગામની સીમ નજીક લોર્ડ્ઝ હોટલ પાસે જાહેરમાં તીનપતિનો જુગાર રમી રહેલા સુલતાન હુસેનભાઈ જંગિયા અને અબ્દુલ હુસેનભાઈ જંગિયાને રોકડા રૂપિયા 870 સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.

- text

જ્યારે બીજા દરોડામાં વાંકાનેર સીટી પોલીસે રાતીદેવળી રોડ ઉપર જસદણ સિરામિક પાછળ દરોડો પાડી જુગારની મજા માણી રહેલા વજુભાઇ દેવશીભાઈ ગગુડિયા, રજનીકાંત સરજુદાસ રામાવત, પ્રભુભાઈ ભીમજીભાઈ મકવાણા અને રતિલાલ ગોવિંદભાઇ વોરાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1780 સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

આ ઉપરાંત વાંકાનેર તાલુકા પોલીસે માટેલ શીતળાધાર નજીકથી જાહેરમાં જુગાર રમી રહેલા દિનેશ અરજણભાઇ સાકરીયા અને રણછોડભાઈ જેસિંગભાઈ વીંઝવાડિયાને રોકડા રૂપિયા 1800 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

- text