મોરબીના લીલાપર નજીક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

- text


મોરબી : મોરબી તાલુકાના લીલાપર ગામે મચ્છુ નદીના પટમાં બાવળની કાંટમા લીલાપર ગામનો નવઘણ જેઠાભાઇ દેગામા દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી 400 લીટર દેશી દારૂનો આથો તેમજ દારૂ ગાળવાની ભઠ્ઠીના સાધનો સહિત 800 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા આરોપીને ફરાર દર્શાવી મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધાવવામાં આવ્યો હતો.

- text

- text