વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ઝડપાયેલા કન્ટેનરમાંથી 925 પેટી દારૂ બિયર નીકળ્યો

- text


એલસીબી ટીમના સફળ ઓપરેશનમાં રૂપિયા 51.91 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બે આરોપી દબોચાયા, એક ફરાર

મોરબી : મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમે વાંકાનેર બાઉન્ડ્રી નજીક બાતમીને આધારે વોચ ગોઠવી અમદાવાદથી રાજકોટ તરફ જઈ રહેલા બંધ બોડીના કન્ટેનર ટ્રકમાંથી 925 પેટી અલગ અલગ બ્રાન્ડનો દારૂ બિયરના જથ્થા સાથે બે રાજસ્થાની આરોપીઓને ઝડપી લેવામાં પોલીસે સફળતા મેળવી છે, આ દરોડામાં પોલીસે 51.91 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે અને એક આરોપીને ફરાર દર્શાવવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલને બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી બંધ બોડીના ટ્રક કન્ટેનર નંબર RJ-14-GF-2902માં દારૂ બિયરનો જંગી જથ્થો રાજકોટ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. જે બાતમીને આધારે વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે એલસીબી ટીમે વોચ ગોઠવતા આ ટ્રક પસાર થતા તેને અટકાવી તલાસી લેવામાં આવતા ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂ બીયરની 925 પેટી જથ્થો મળી આવ્યો હતો.

વધુમાં મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ટ્રક ચાલક ભેરારામ ભાખરારામ બિશ્નોઇ, રહે. બલાના તા.સાંચોર, જી.ઝાલોર (રાજસ્થાન) અને ગોપાલ રત્નારામ બિશ્નોઇ, રહે. ડાંગરા તા.સાંચોર જી.ઝાલોર (રાજસ્થાન)ની ધરપકડ કરી સુરેશ સુજાનારામ બિશ્નોઇ રહે. જાખલ હરીયાળી તા.સાંચોર જી.ઝાલોર (રાજસ્થાન) વાળાનું નામ ખુલતા ફરાર દર્શાવી ત્રણેય વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો.D

- text

એલસીબી ટીમે આ કન્ટેનર ટ્રકમાંથી રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની 960 બોટલ કિંમત રૂપિયા 4,99,200, મેઝીક મુમેન્ટ ગ્રીન એપલ વોડકાની 1116 બોટલ કિંમત રૂપિયા 4,46,400, મેકડોવેલ્સ-1 કલેકશન વ્હીસ્કીની 2352 બોટલ કિંમત રૂપિયા 8,82,000, રોયલ સ્ટેગ સુપીરીયર વ્હીસ્કીની 180 એમએમના ચપલા નંગ 1920 કિંમત રૂપિયા 1.92 લાખ, ઓલ સીઝન વ્હીસ્કીની 180 એમએલ ચપલા બોટલ નંગ-4560 કિંમત રૂપિયા 6,84,000, મેકડોવેલ્સ-1 વ્હીસ્કીની 180 એમએલની ચપલા બોટલ નંગ 9408 કિંમત રૂપિયા 9,40,000, હેવર્ડ્સ 5000 સુપર સ્ટ્રોંગ બીયરના ટીન નંગ-5400 કિંમત રૂપિયા 5,40,000 કબ્જે કરી ગુન્હાના કામમાં ઉપયોગમાં લેવાયેલ ટાટા ટ્રક કન્ટેનર કિંમત રૂપિયા 10 લાખ, એન્ડ્રોઇડ મોબાઇલ ફોન એક કિંમત રૂપિયા 5000 અને રોકડા રૂપીયા 2100 મળી કુલ રૂપિયા 51,91,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ સફળ કામગીરી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઇ કે.જે.ચૌહાણ, એન.એચ. ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ દ્વારા કરવામાં આવી હતી.

- text