વાંકાનેર બાઉન્ડ્રી પાસે અંદાજે 500 પેટી વિદેશી દારૂ ભરેલો ટ્રક પકડાયો

- text


મોરબી એલસીબીની કાર્યવાહી : પંજાબ બાજુથી રાજકોટ તરફ જતો હતો ટ્રક

મોરબી : મોરબી એલસીબીએ વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો છે. આ ટ્રકમાં અંદાજે 500 પેટી જેટલો દારૂ હોવાનું જાણવા મળી રહ્યું છે.

સુત્રોમાંથી મળતી વિગત અનુસાર મોરબી એલસીબી દારૂની બદીને નાથવા સક્રિય હોય, આ દરમિયાન ટીમે વાંકાનેર બાઉન્ડ્રી પાસે એક ટ્રકને રોકીને તલાશી લેતા તેમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેને પગલે ટ્રકને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને લઈ આવવામાં આવ્યો છે. ટ્રકમાં દારૂની પેટીની ગણતરી કરતા પોલીસ જવાનોને કલાકોનો સમય લાગ્યો હતો. આ ટ્રકમાંથી અંદાજે 500 પેટી જેટલો દારૂ પકડાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text

બીજી તરફ એવી માહિતી મળી છે કે ટ્રક પંજાબ બાજુથી આવ્યો હતો અને રાજકોટ તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન મોરબી એલસીબીએ તેને ઝડપી લીધો હતો. હાલ આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text