ટંકારા નજીક અકસ્માતગ્રસ્ત ક્રુઝ કારમાંથી દારૂ ઝડપાયો

- text


પોલીસે 10 બોટલ દારૂ કબ્જે કરી કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધ્યો

ટંકારા : મોરબી – રાજકોટ હાઇવે ઉપર ટંકારા નજીક એક અકસ્માત થયેલી ક્રુઝ કારમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક આવેલ રિલાયન્સ પંપ નજીક રોડની સાઈડમાં બાવળની ઝાડીમાં એક સેવરોલેટ ક્રુઝ કાર નંબર જીજે – 06 – EQ – 6032 અકસ્માતગ્રસ્ત હાલતમાં પડી હોય પોલીસે આ કાર ચેક કરતા કારની પાછળની સીટમાથી વિદેશી દારૂની 10 બોટલ કિંમત રૂપિયા 3000 મળી આવતા પોલીસે 1 લાખની કિંમતની કાર સહિત રૂપિયા 1, 03,000નો મુદ્દામાલ કબ્જે કરી કાર નંબરને આધારે ચાલક વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો નોંધ્યો હતો.

- text

- text