મોરબીમાં વિદેશી સિગારેટનો જથ્થો ઝડપી લેતી એસઓજી પોલીસ

- text


શુભ હોટલ નજીકથી 16,900નો જથ્થો કબ્જે કરાયો

મોરબી : મોરબી શહેરમા ઇ સિગારેટ બાદ એસઓજી પોલીસ ટીમે બાતમીને આધારે જીઆઇડીસીના નાકા નજીક શુભ હોટેલ વાળી શેરીમાથી જુદી – જુદી બ્રાન્ડની વિદેશી સિગારેટનો જથ્થો ઝડપી લઈ એક શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ એટલે કે, એસઓજી ટીમ દ્વારા જીઆઇડીસી નાકા પાસે આવેલ શુભ હોટલ વાળી શેરીમાં બાતમીને આધારે દરોડો પાડી ધ્રુવ ભુપેન્દ્રભાઈ મીરાણીના કબજામાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી સિગારેટના આરોગ્ય વિષયક ચેતવણી કે ચિત્ર વગરના 169 પેકેટ કિંમત રૂપિયા 16,900નો જથ્થો કબ્જે કરી આરોપી વેપારી વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં સિગારેટ અને તમાકુ ઉત્પાદન અધિનિય અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text