મોરબીના બે ટીનેજર્સે વેકેશનમાં શરૂ કરી નર્સરી

- text


મોરબીઃ મોરબીના બે ટીનેજર્સે વેકેશનનો સદુપયોગ તથા પર્યાવરણનું સંરક્ષણ તથા બિઝનેસની સમજ મેળવવા માટે અનેરો પ્રયત્ન શરૂ કર્યો છે. મોરબીના મેક્સ જીગ્નેશભાઈ કાવર તથા શૃત પટેલ નામના આંત્રપ્રિન્યોર મિત્રોએ લક્ષ્મણ શોપિંગ, શ્યામ ગ્લાસવેરની બાજુમાં લીલાપર કેનાલ રોડ પર એક નાનકડી દુકાનમાં પ્લાન્ટની નર્સરી શરૂ કરી છે. જેમાં ખૂબ જ વ્યાજબી ભાવે અલગ અલગ વેરાઈટીના ફૂલ છોડના રોપાં મળે છે.

- text

બંનેએ તેમના પપ્પા પાસેથી લોન ખાતે થોડા પૈસા લઈ પોતાના બિઝનેસની શરૂઆત કરી છે. બધું જ કામ તેઓ બંને જાતે કરે છે અને નવો અનુભવ કેળવે છે. વેકેશનનો સદુપયોગ કેવી રીતે કરી શકાય અને એ માટે આ બંને ટીનેજર્સે સરસ સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે. ત્યારે આ શોપની મુલાકાત લેવા બન્ને વિદ્યાર્થીઓએ સૌને અપીલ કરી છે.

- text