ફેસબુકમા બંદૂક સાથેનો ફોટો અપલોડ કરનાર શખ્સ પોલીસની ઝપટે

- text


એસઓજી પોલીસે માળીયાના યુવાન અને હથિયારધારક વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધ્યો

મોરબી : ખોટા સીન સપાટા કરવા માટે ફેસબુક ઉપર બંદૂક સાથેના ફોટા અપલોડ કરનાર યુવાન તેમજ આ યુવાનને બંદૂક આપનાર હથિયાર પરવાના ધારક વિરુદ્ધ મોરબી એસઓજી ટીમે આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધી અટકાયતમાં લીધા છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી દ્વારા માળીયાના જુનેદ શકુરભાઈ જેડા નામના યુવાને પોતાના ફેસબુક આઇડી ઉપર પોતાના પાસે હથિયાર પરવાનો ન હોવા છતાં સમાજમાં ભય ઉભો કરવાના ઇરાદે બાર બોરની બંદૂક સાથેના ફોટા અપલોડ કરતા આ મામલે એસઓજી ટીમે જુનેદને ઝડપી લીધો હતો. સાથે જ જુનેદને પોતાનું પરવાનાવાળું હથિયાર આપનાર આરોપી અવેશ કાદરભાઈ ભટ્ટીને પણ અટકાયતમાં લઈ હથિયાર પરવાનાની શરતનો ભંગ કરવા બદલ બન્ને વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર્ડ કરાવ્યો હતો.

- text