પરીક્ષાર્થીઓ માટે વ્યવસ્થામાં મદદ કરવા બદલ તંત્રનો આભાર વ્યક્ત કરતું યંગ ઈન્ડિયા ગ્રુપ 

- text


મોરબીમાં તલાટી પરીક્ષાર્થીઓની મદદ માટે તંત્ર અને સેવાભાવી સંસ્થા, અને આગેવાનો આગળ આવ્યા

મોરબીઃ ગુજરાત રાજ્ય પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા આપવા માટે મોરબી આવેલા પરીક્ષાર્થીઓ માટે એસટી વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી તે બદલ યંગ ઈન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી દ્વારા પોલીસ, એસટી વિભાગ અને અન્ય સરકારી તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

મોરબી ખાતે ભુજ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જેવા વિવિધ જિલ્લાઓમાંથી પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતા. આશરે 10 હજારથી વધુ બહારના જિલ્લાના વિદ્યાર્થીઓ મોરબી ખાતે પરીક્ષા આપવા આવ્યા હતા. જેમાં આ બધા પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારની અગવડ ના પડે એની ખાસ તકેદારી મોરબીમાં રાષ્ટ્ર સેવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રાખવામાં આવી હતી. જેમાં પરીક્ષાર્થીઓને બસ સ્ટેશનથી લાવવા, જમવા, રહેવા, પોતાના સેન્ટર પર પહોંચવા તેમજ સૌથી મહત્વનું પોતાના જિલ્લામાં ઘરે જવા માટે કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે યંગ ઈન્ડિયા ગ્રુપના મેન્ટર દેવેનભાઈ રબારી દ્વાર મોરબી એસ.ટી ડેપોના મેનેજરને રજૂઆત કરી ખાસ કચ્છ જિલ્લા માટે તાત્કાલિક 3 બસો મૂકવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

વધુમાં મોરબી એસ.ટી ડેપોના મેનેજર અનિલભાઈ પઢારિયા અને તેમનો પૂરો સ્ટાફ તેમજ મોરબી નગર પાલિકાના પૂર્વ પ્રમુખ કેતનભાઈ વિલપરા સહિતનાઓએ સુચારું આયોજન કર્યું હતું. તે બદલ યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટર ડો. દેવેનભાઈ રબારીએ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, જી.એસ.આર.ટી.સી.વિભાગ તેમજ મોરબીના સેવાભાવી લોકોનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text