ટંકારા તાલુકા ઉત્સવ સમિતિએ તલાટીના પરીક્ષાર્થીઓ માટે કરી ઉત્તમ વ્યવસ્થા

- text


ટંકારા : ટંકારા ખાતે તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા આવેલા ઉમેદવાર અને સાથે આવેલા વાલી માટે તાલુકા ઉત્સવ સમિતિ દ્વારા રહેવા જમવાની તથા કેન્દ્ર સુધી પહોંચવાની સુંદર વ્યવસ્થા કરી હતી. આ વ્યવસ્થામાં તાલુકાના અધિકારી અને કર્મચારીઓ પણ છેલ્લી મિનિટ સુધી મદદરૂપ થયા હતા.

ટંકારા તાલુકા ઉત્સવ સમિતિ દ્વારા પરીક્ષાર્થી સહાયતા કેન્દ્ર થકી ભાવી સરકારી સેવાના સહભાગી માટે સહિયારો સથવારોના સૂત્ર હેઠળ તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા માટે આવેલા ઉમેદવારોને આશ્રય સ્થાન અને ભરપેટ ભોજન કરાવી કેન્દ્ર સુધી પહોંચતા કર્યા હતા. કચ્છ ભુજ, સોમનાથ સહિતના જિલ્લાના અનેક ઉમેદવારો રાત્રે કેન્દ્ર ખાતે પહોચી ગયા હતા અને અહી રોકાણ કર્યું હતું. આ માટે આખી રાત ટંકારા સામાજીક કાર્યકરો ટીમ દોડતી રહી હતી જેમાં ભાવિન સેજપાલ, મુન્નાભાઈ આશર, મિતેષ મહેતા, જયદીપ જાની, હસમુખભાઈ દુબરીયા, રાજ પંડયા, હેમંતભાઈ ચાવડા, અલ્પેશ ઝાપડા, રશિક દુબરીયા, મહેશભાઈ ઝાપડા, જયેશ ભટાસણા સહિતના જોડાયા હતા.

આ ઉપરાંત સવારે આવતા ઉમેદવારો માટે કેન્દ્ર સુધી મુકવા માટે પણ ખાસ વ્યવસ્થા કરી હતી. તો ડોક્યુમેન્ટ કે કોલ લેટર ભુલી ગયેલા ઉમેદવારોને રાજ કોમ્પ્યુટર બાબુલાલે વિના મૂલ્યે સેવા આપી હતી. ઉતારા માટે ભાઈઓને મચ્છોમાં મંદિર તથા બહેનો માટે એમ પી દોશી વિદ્યાલય ખાતે વ્યવસ્થા ગોઠવી હતી. સર્વ જ્ઞાતિના ઉમેદવારને સેવા આપી રહેલા ટંકારા તાલુકા વાસીનો ઉમેદવારોએ આભાર માન્યો હતો.

- text

બીજી તરફ ટંકારા મામલતદાર કેતન સખિયા, તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધન જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેકટર એચ. આર. હેરભા, સહિતના વહીવટી તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને છેલ્લી મિનિટ સુધી મોડા પહોંચેલા પરીક્ષાર્થીઓને કેન્દ્ર સુધી પહોચતા કર્યા હતા. આ સાથે અનેક સામાજિક કાર્યકરો અને રાજકીય આગેવાનો પણ સેવાના યજ્ઞમાં જોડાયા હતા.

- text