પહેલા બેન બનાવી બાદમાં સગીરાઓને ફસાવાતી હોવાનો ધડાકો

- text


મોરબીના લિવરપૂલ શોરૂમમાં દુષ્કર્મ કેસમાં આરોપીને દબોચી લેતી પોલીસ : પ્રાથમિક તપાસમાં જ રાજ ખુલ્યા 

મોરબી : મોરબીમાં રવાપર રોડ ઉપર લિવરપૂલ નામના શોરૂમમાં તેમજ ફૂડ એન્ડ જોય નામના પાર્લરમાં સગીરાઓને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારવાના ચોંકાવનારા બનાવમાં નરાધમ આરોપીને પોલીસે ઝડપી લીધો છે, પોલીસની પ્રાથમિક તપાસમાં જ દુષ્કર્મ ગુજારનાર શખ્સે કેફિયત આપી હતી કે તેના ચારથી પાંચ મિત્રોની ટોળકી ભોળી છોકરીઓના પહેલા ભાઈ બનતી હતી અને બાદમાં સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય શખ્સ સાથે પરિચય કરાવી સગીરાને હવસનો શિકાર બનાવવામાં આવતી હતી.

મોરબીના સામાકાંઠે રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ રવાપર રોડ ઉપર લિવરપૂલ નામના શોરૂમમાં તેમજ ફૂડ એન્ડ જોય નામના પાર્લરમાં દુષ્કર્મ ગુજારી રોઝા રાખવા દબાણ કરનાર મુસ્તુફા સાજીદ દલવાણી નામના શખ્સને પોલીસે દબોચી લીધો છે, પોલીસના હાથે ઝડપાયેલા આરોપીએ કબૂલાત આપી હતી કે ફરિયાદ નોંધાતા જ તે અજમેર ભાગી ગયો હતો. વધુમાં પોલીસે આરોપી મોરબીમાં આવી રહ્યો હોવાની બાતમીને આધારે ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરવા હાલમાં તજવીજ હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ સગીરાને હવસનો શિકાર બનાવવાના આ ચોંકાવનારા કિસ્સામાં આ આરોપીએ પ્રાથમિક તપાસમાં કબૂલાત આપી હતી કે, તેના સહિતના અન્ય ચારથી પાંચ શખ્સો અનોખી મોડેસ ઓપરેન્ડી ધરાવે છે, આ વિકૃત શખ્સો સગીરાઓને ફસાવવા પહેલા ભાઈની ભૂમિકામાં આવતા અને બાદમાં સગીરા સાથે પરિચય કેળવ્યા બાદ અન્ય મિત્ર સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવી શારીરિક ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે.

- text

- text