માવઠું પીછો નથી છોડતું ! હજુ પાંચ દિવસની આગાહી

- text


હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને પગેલ આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી કરી

મોરબી : ઓણસાલ આખે આખું વર્ષ માવઠું વરસ્યું છે, હોળી હોય કે દિવાળી, ઉત્તરાયણ હોય કે શિવરાત્રી તમામ તહેવારો અને સીઝનમાં માવઠાએ કહેર વરસાવ્યો છે ત્યારે 29મી એપ્રિલ સુધીની આગાહી પૂર્ણ થતાં જ હવામાન વિભાગે વધુ એક આગાહી કરી આગામી પાંચ દિવસ માવઠાની આગાહી કરી છે.

- text

હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં હજુ પાંચ દિવસ સુધી વરસાદી માહોલ જામેલો રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં હાલ વરસાદ પડી રહ્યો છે. સતત આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજ્યમાં હજી પણ વરસાદ લાવશે. ગુજરાતમાં એકાદ બે દિવસ બાદ વરસાદ ધીમો પડે અને ત્યારબાદ ફરી વરસાદ વધે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. હાલ પડી રહેલા વરસાદને કારણે મે મહિનાના શરૂઆતના દિવસોમાં ગરમીમાંથી રાહત મળશે. જોકે બીજી તરફ ઉનાળુ પાક લઈ રહેલા ખેડૂતોને આ વરસાદને કારણે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, સાથે જ વરસાદી માહોલમાં રોગચાળો પણ વધ્યો છે.

- text