મોરબીના પાનેલી ગામે આકાશી વીજળીએ ભેંસનો ભોગ લીધો

- text


મોરબી : આજે સવારથી મોરબી શહેર જિલ્લામાં કમોસમી વરસાદની બઘડાટી વચ્ચે પાનેલી ગામે આકાશી વીજળી પડતા પશુપાલકની ભેંસનો ભોગ લેવાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના પાનેલી ગામે ગાજ વીજ સાથે અનરાધાર વરસાદ વરસ્યો હતો અને આકાશી વીજળી પડતા રમેશભાઈ જેસંગભાઈ વઢરૂકિયાની માલિકીની ભેંસનું મૃત્યુ નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મોરબીના બરવાળા ગામે મકાન ઉપર વીજળી પડતા ઇલેક્ટ્રિક ઉપકરણો બળી ગયા હતા.

- text

- text