મોરબીમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના અંતર્ગત 24 થી 30 એપ્રિલ સમર કેમ્પનું આયોજન

- text


મોરબી : મોરબીમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) યોજના અંતર્ગત તારીખ 24 થી 30 એપ્રિલ સુધી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ નીત નવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

તારીખ 24 એપ્રિલના રોજ કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ, જોધપર નદી ખાતે SPCના વિદ્યાર્થીઓએ પાર્થનાથી કેમ્પની શરૂઆત કરી હતી. ત્યારબાદ તમામને સૂર્યોદય જોવા માટે એકત્રિત કરવામાં આવ્યા હતા. બાદમાં ધ્યાન સંગીતના તાલે જુદા જુદા પ્રકારના યોગ સત્ર બાદ પરેડનું આયોજન કરવામા આવ્યુ હતું. જેમા શિસ્ત,અનુશાસન અને શારીરિક મજબુતી વિશે માહિતી આપવામા આવી હતી. ત્યારબાદ SPC યોજના અંગે માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે જેમાં પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક પી.એસ.ગોસ્વામી, પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી ડી.એમ.ઢોલ, રીઝર્વ પોલીસ ઇન્સપેકટર એસ.એમ.ચૌહાણ તથા જિલ્લા શિક્ષણ અધિકારી પી.વી.અંબારીયા તથા CPOS તથા Drill Instructors વેગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સત્રમા અધિકારીઓએ SPC યોજના, જીવન મુલ્યો વિશે અને બચપન કેટલું અમુલ્ય છે તેના વિશે તથા પોલીસ તંત્રની ભુમિકા વિશે પણ વિધાર્થીઓને માહિતગાર કરાયા હતા અને ભવિષ્ય માટે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. વિધાર્થીઓએ SPCના સમર કેમ્પ વિશે પોતાના અનુભવો અને પ્રતિભાવો આપી ખુશી વ્યકત કરી હતી. ત્યારબાદ સાંજના સમયે તમામ SPC કેડેટને ૪૪ ના વર્ગમાં ઉર્મીગીત ગવડાવવા અંગેનો તાસ લેવામાં આવ્યો હતો, જેમા રાષ્ટ્રભક્તિના ગીતો, લોકગીતો, ભજનો અને પ્રભાતીયા વગેરે જેવા કેડેટને કંઠસ્ત હોય તેવા ગીતો રજુ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પી.ટી ગણવેશમાં એક રમત ગમતનો તાસ લેવામાં આવ્યો હતો જેમાં કેડેટ દ્વારા ઉભી ખો,બેઠી ખો,મારદડી,સંગીત ખુરશી જેવી સ્થાનિક રમતો રમવામાં આવી હતી.

- text

- text