માળીયામાં ટ્રક રીપેર કરવા બાબતે ફાયરિંગ કરનાર ત્રણ શખ્સો એક દિવસના રિમાન્ડ ઉપર

- text


મોરબી : માળીયા -મોરબી હાઇવે ઉપર બંધ પડેલી હોટલના પાર્કિંગમાં ટ્રક ગેરેજના સંચાલકને જલ્દી ટ્રક રીપેર કરી આપવાનું કહી માથાકૂટ કરીને ફાયરિંગ કરવાના પ્રકરણમાં પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સફિરભાઈ મુસાભાઇ મોવરે માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ માળીયા -મોરબી હાઇવે ઉપર આવેલી પોતાની બંધ પડેલી નવજીવન હોટલે બેઠા હતા ત્યારે એક ટ્રક ચાલક ત્યાં આવ્યો હતો અને શ્યામ કમાન વર્કસ નામના ગેરેજ સંચાલક શ્યામભાઇ સાથે લપ કરી આ ઓસમાણભાઈનો ટ્રક છે જલ્દી રીપેરીંગ કરી આપો કહી માથાકૂટ કરી હતી. બાદમાં એન્ડેવર, સ્વીફ્ટ અને સ્કોર્પિયો કારમાં 7 શખ્સોએ આવીને ધડાધડ ફાયરિંગ કર્યું હતું.

- text

આ બનાવમાં પોલીસે આરોપી જુસબભાઇ ગુલમાંમદભાઈ મોવર, હૈદર સુમારભાઈ મોવર,ઓસમાણ સુમારભાઈ મોવરને પકડી પાડી રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આ ત્રણેય શખ્સોના એક દિવસના રિમાન્ડ મંજુર કરી આપતા પોલીસે પુછપરછ હાથ ધરી છે.

- text