મોરબીમાં ઘરઘણી ધાર્મિક પ્રસંગે બહાર ગયા અને ચોકીદાર ઘર સાફ કરીને ફરાર

- text


બે ચોકીદાર અને એક મહિલા મળી ત્રણ શખ્સો સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.13.24 લાખની માલમતા ઉસેડી ગયા 

મોરબી : મોરબીના શનાળા બાયપાસ પાસ આવેલા એપાર્ટમેન્ટના ફ્લેટમાં રહેતો પરિવાર ધાર્મિક પ્રસંગે બહાર ગયો એટલી જ વારમાં આ એપાર્ટમેન્ટના ચોકીદાર સહિત ત્રણે મનું ઘર સાફ કરી નાખ્યું હતું. આ મકાનમાંથી બે ચોકીદાર એક મહિલા મળી ત્રણ શખ્સો સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.13.24 લાખની માલમતા ઉસેડીને ફરાર થઇ ગયા હતા. આ બનાવની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે.

મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા વૈભવનગર વૈભવ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર-501માં રહેતા વેપારી કમલેશભાઈ નારશીભાઈ હુલાણીએ તેમના એપાર્ટમેન્ટમાં ચોકીદાર તરીકે કામ કરતા મૂળ નેપાળના વતની રાજેશ અને તેમના મકાનમાં ધરકામ કરતી સરિતા રાજેશ તેમજ બાજુના એપાર્ટમેન્ટનો ચોકીદાર ભેરુ ઉર્ફે ભરત વિશ્વકર્મા સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.22ના રોજ વેપારી કોઈ ધાર્મિક પ્રસંગે પરિવાર સાથે બહારગામ ગયા હતા. ત્યારે આરોપી મહિલા તેમના ઘરનું કામ કરતી હોય અને ઘરની તમામ બાબતોથી વાકેફ હોય તથા ચોકીદાર રાજેશ પણ એ ઘરની સમગ્ર હિક્ક્ત જાણતો હોય બાજુના ચોકદાર મળીને આ ત્રણેય વ્યક્તિએ વેપારીને બંધ ફેલેટમાં ચોરી કરવાનો પ્લાન ઘડયો હતો અને ત્રણેય વ્યક્તિઓ વેપારીના બંધ ફ્લેટના બતગરૂમની વેન્ટિંલેશનની બારીના કાચ કાઢી ઘરમાં ત્રાટકયા હતા અને ત્રણેય આરોપીઓએ રોકડ રૂ.12,50,000 તેમજ સોના ચાંદીના દાગીના અને અન્ય ચીજવસ્તુઓ મળી રૂ.13,24,000નો મુદામાલ ઉઠાવીને ફરાર થઇ ગયા હતા. દરમિયાન વેપારીનો પરિવાર આજે પરત ફરતા ઘરે ચોરી થયાનું જણતા અને પોતાના ઘરમાં કામ કરતી મહિલા તેમજ બન્ને ચોકીદાર ફરાર હોવાનું બહાર આવતા આ ત્રણેય સામે તેઓએ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની જાણ થતાં એ ડિવિઝન પીઆઇ હકુમતસિંહ જાડેજા સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

કંપનીના કર્મચારીઓનો પગાર પણ ઉસેડી ગયા

મિલેનીય સીરામીક એલ.એલ.પી. કંપનીના ભાગીદાર કલ્પેશભાઈને પોતાના કર્મચારીઓઓનો પગાર કરવાનો હતો એટલે ઘરે એ પગારના 8 લાખ રાખ્યા હતા અને ઘરના બેડરૂમના સોફાસેટ ઉપર આ રૂપિયા થેલામાં રાખ્યા હતા. જે ચોકીદારની નજરે ચડી જતા આ 8 લાખ સહિત ઘરમાં વેરવિખેર કરી રૂ.12 લાખ રોકડાની ચોરી કરી ગયા હતા.

પાડોશીએ ચોકીદારથી સચેત રહેવાની જાણ કરતા ચોરીની ઘટના સામે આવી

કલ્પેશભાઈ પોતાના પરિવાર સાથે અમરેલીના દામનગર ખાતે ધાર્મિક વિધિમાં હાજરી આપવા ગયા હતા. ત્યારે તેમને ચોકીદાર ઉપર શંકા ન હતી. પણ પાછળથી તેમના પાડોશીએ ફોન કરીને કલ્પેશભાઈને કહ્યું હતું કે, આપણો ચોકીદારે જોવા મળતો નથી, ગાયબ છે એનાથી સાવચેત રહેવાની સલાહ આપી હતી. આથી કલ્પેશભાઈએ અમરેલી ખાતેથી તેમની ફ્લેટની બાજુના ફ્લેટના પરિવારને જાણ કરીને પોતાના મકાનની તપાસ કરવા કહ્યું હતું. ત્યારે બાથરૂમની બારી ન હોવનું એ પરિવારે કહેતા કલ્પેશભાઈએ તેમના ભાઈને દોડાવી ફ્લેટની તપાસ કરવાનું કહેતા આ ચોરીની ઘટના બહાર આવી હતી. બાદમાં તેઓએ એમરેલીથી તુરંત દોડી આવીને આ ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

- text