ચારધામ યાત્રાના શ્રી ગણેશ ! ગંગોત્રી – યમુનોત્રીના કપાટ ખુલ્યા

- text


મોરબી : અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના શુભ પ્રસંગે આજથી ચારધામ યાત્રાના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે. વિધિસર મંત્રોચ્ચાર પછી શનિવારથી ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ગ્રીષ્મકાળ માટે શ્રદ્ધાળુઓના દર્શનાર્થે ખોલી દેવામાં આવ્યા છે. ગંગોત્રીના કપાટ બપોરે 12 વાગ્યાની આસપાસ અને યમુનોત્રીના કપાટ 12:40ની આસપાસ ખુલશે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે.

ટૂરિઝન ડિપાર્ટમેન્ટ દ્વારા ચારધામ કંટ્રોમ રૂમ 0135-2559898, 255627 તથા ચારધામ ટોલ ફ્રી નંબર 0135-1364, 0135-3520100 જાહેર કરાયો છે. આના સિવાય મુશ્કેલીના સમયમાં કંટ્રોલ સેન્ટર 0135-276066 અને ટોલ ફ્રી નંબર 1070નો પણ ઉપયોગ કરી શકાશે. એટલું જ નહીં હેલ્થ અને એમ્બ્યુલન્સ સેવા 104, 108 પણ શરૂ કરી દેવામાં આવી છે.

મંદિર સમિતિ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, મા ગંગાની ઉત્સવની પાલકી શુક્રવારે બપોરે 12 વાગ્યે ગંગોત્રી ધામ માટે જશે. આજે સવારે 8 વાગ્યે તે ગંગોત્રી પહોંચશે. અહીં કાયદા મુજબ પૂજા કર્યા બાદ ભક્તો માટે ધામના દરવાજા ખોલવામાં આવશે.

- text

કેદારનાથ અને બદ્રીનાથના દર્શન માટે રાહ જોઈ રહેલા ભક્તો માટે કેદારનાથ ધામના દરવાજા 25 તારીખથી ખોલવામાં આવશે. આ સિવાય બદ્રીનાથ ધામના દરવાજા 27 એપ્રિલે ખોલવામાં આવશે.

ચાર ધામ યાત્રા માટે અત્યારસુધીમાં 15 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ઉત્તર પ્રદેશ ઉપરાંત ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ અહીં પહોંચશે. દર વર્ષે ચાર ધામની યાત્રા માટે ભારત અને વિદેશમાંથી ભક્તો આવે છે. તમને જણાવી દઈએ કે, યમુનોત્રી ધામ હાલમાં બરફથી ઢંકાયેલું છે, ત્યાં વચ્ચે-વચ્ચે હિમવર્ષા થઈ રહી છે, તેમ છતાં અહીં પહોંચવાના યાત્રિકોના ઉત્સાહમાં કોઈ જ ઘટાડો જોવા મળ્યો નથી. ભક્તો મોટી સંખ્યામાં નોંધણી કરાવી રહ્યા છે.

- text