મોરબી વીજતંત્રને તેજી ! વીતેલા વર્ષમાં 6335.55 કરોડની વીજળી વેચી

- text


મોરબી જિલ્લામાં એક વર્ષમાં ઘરવપરાશના 14949 અને 138 ઔદ્યોગિક કનેક્શન વધ્યા

મોરબી : સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વીજળીની ખપત ધરાવતા મોરબી જિલ્લામાં વર્ષ-2022-23માં મંદીના માહોલ વચ્ચે પણ પીજીવીસીએલ દ્વારા વર્ષ દરમિયાન ગત વર્ષની તુલનાએ 1000 કરોડથી વધુના વધારા સાથે 6335.55 કરોડની વીજળી વેચી હોવાના સત્તાવાર આંકડા બહાર આવ્યા છે.સાથે જ મોરબી જિલ્લામાં ઘરવપરાશ અને ઔદ્યોગિક વીજ કનેક્શનમાં પણ ખાસો એવો વધારો થયો છે.

પશ્ચિમ ગુજરાત વીજ કંપનીનું મોરબી સર્કલ વીજ કંપની માટે કમાવ દીકરો હોવાનું વધુ એક વખત મોરબી જિલ્લાએ સાબિત કરી બતાવ્યું છે. નાણાકીય વર્ષ વર્ષ 2021-22માં મોરબી જિલ્લામાં 3,66,809 ઘર વપરાશના કનેક્શન હતા તે વધીને વર્ષ 2022-23માં 3,81,758 એટલે કે 14949 કનેક્શન વધ્યા છે તો સાથે સાથે ઔદ્યોગિક હાઈ ટેંશન કનેક્શન 2011 થી વધી 2049 થયા છે.

- text

વધુમાં મોરબી જિલ્લામાં પીજીવીસીએલની વર્ષ 2022-23માં ઔદ્યગિક વીજ કનેક્શન થકી અંદાજે 900 કરોડના વધારા સાથે 5619 .02 કરોડની આવક થઇ હતી , ગત વર્ષે વીજતંત્રને 4719.14 કરોડની આવક થઇ હતી . એ જ રીતે ઘર વપરાશના એલટી કનેક્સનના બિલ કલેક્શનમાં પણ વીજતંત્રને ગત વર્ષે 632.51 કરોડ સામે આ વર્ષે 716.14 કરોડની આવક થતા અંદાજે 100 કરોડ જેટલો ફાયદો થયો હોવાનું આંકડા ઉપરથી ફલિત થી રહ્યું છે, સૌથી મહત્વની વાત છે કે વીજતંત્રને એસેસમેન્ટ સામે 100 ટકાથી વધુ આવક થઈ રહી છે.

- text