મોરબીમાં લોકપર્ણના વાંકે ધૂળ ખાતું નવું બસસ્ટેન્ડ 

- text


બસ સ્ટેન્ડને નવું બનાવવાનું મોટાભાગનું કામ પૂર્ણ થયું છતાં લોકાર્પણનું ચોઘડિયું નથી ગોઠવાતું 

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલું નવું બસ સ્ટેન્ડનું મોટાભાગનું કામ પૂર્ણ થયું ગયું હોવા છતાં લોકાર્પણના વાંકે હજુ સુધી નવું બસ સ્ટેન્ડ ખુલ્લું મુકાયું નથી. તેથી મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે. એટલે કરોડોના ખર્ચે. તૈયાર થયેલું આ નવું બસ સ્ટેન્ડ ધૂળ ખાઈ રહ્યું છે.

મોરબીના નવા બસ સ્ટેન્ડને કરોડોના ખર્ચે ધરમુળથી નવું અદ્યતન બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. ગત તા.4/6/21ના રોજ સીએમના હસ્તે આ બસ સ્ટેન્ડનું ઇ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.દોઢ વર્ષમાં આ નવા બસ સ્ટેન્ડનું કામ પૂરું કરવાની મુદત હતી. પણ આ કામ શરૂ થયાને બે વર્ષ થવા આવશે છતાં હજુ સુધી કામ પૂર્ણ થયું નથી. જો કે આ બસ સ્ટેન્ડનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. આમ છતાં આ બસ સ્ટેન્ડનું લોકાર્પણ થયું નથી. બસ સ્ટેન્ડ હજુ સુધી ખુલ્લું ન મુકાતા મુસાફરોને ભારે મુશ્કેલી પડે છે. આ બસ સ્ટેન્ડના કામ માટે મોટી જગ્યા બંધ કરી દેવામાં આવી છે .

હાલમાં નવા બસસ્ટેન્ડમાં માત્ર નાના ગ્રાઉન્ડમાં જ તમામ બસો અવરજવર કરે છે.આવડા નાના ગ્રાઉન્ડમાં એક સામટી ઘણી બધી બસો આવી અભણ મુસાફરો પોતાને કઈ બસ લાગુ પડે તે જોવા માટે ગૂંચવાઈ જાય છે. એટલે અભણ મુસાફરોને ખબર નથી પડી ક્યારે કઈ બસ આવીને જતી રહી. નાના ગ્રાઉન્ડમાં ઘણી બધી બસો એકસાથે આવી જતી હોવાથી ઘણીવાર જામ પણ થઈ જાય છે. તેથી આ બધી હાલાકી દૂર કરવા નવા બસ સ્ટેન્ડને ચાલુ કરવું જરૂરી છે. આ અંગે નવા બસ સ્ટેન્ડના સત્તાધીશોએ બસ સ્ટેન્ડ કયારે ચાલુ થશે તે અંગે કઈ જાણતા ન હોવાનું જણાવ્યું હતું.કારણ કે રાજકોટ બાંધકામ વિભાગ દ્વારા આ કામ ચાલતું હોય એ અંગેનો જવાબ મોરબી એસટી તંત્ર પાસે નથી.

- text

- text