ઝૂલતા પુલ કેસમાં સુઓમોટો રિટ ઉપર પૂર્ણ મુકવા ઓરેવાના વકીલ વતી રજુઆત

- text


દુર્ઘટનાના પીડિતોને વચગાળાના વળતર પેટે ઓરેવાએ 14.62 કરોડ રૂપિયાની રકમ રાજ્ય કાનૂની સેવા સત્તામંડળમાં જમા કરાવી 

મોરબી : ઝૂલતા પુલ કેસમાં આજે ઓરેવાએ નામદાર હાઈકોર્ટના હુકમ મુજબ પીડિતોને વચગાળાના વળતર પેટે 14.62 કરોડ રૂપિયા જમા કરાવ્યાની જાણ કરી હાલના તબક્કે આ કેસ ઉપર પૂર્ણ વિરામ મુકવા નામદાર કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી.

ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આજે નામદાર હાઇકોર્ટમાં સુઓમોટો રિટ પિટિશમ અંગેની સુનાવણીમાં ઓરેવા કંપની દ્વારા નામદાર કોર્ટના નિર્દેશ મુજબ 14.62 કરોડની ધનરાશી રાજ્ય કાનૂની સેવા મંડળમાં જમા કરાવ્યાની જાણ કરી હતી. આ મામલે એડવોકેટ ઉત્કર્ષ દવેએ જણાવ્યું હતું કે, આજરોજ ઓરેવા કંપની વતી એડવોકેટ દ્વારા હાલ પુરતું કેસ ઉપર પૂર્ણ વિરામ મુકવા અરજ કરી હતી.

- text

ઓરેવા કંપની વતી એડવોકેટ દ્વારા કાર્યકારી ચીફ જસ્ટિસ એ.જે. દેસાઈ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ડિવિઝન બેન્ચ સમક્ષ જણાવ્યું હતું કે, હાલમાં નગરપાલિકાને સુપર સીડ કરી દેવાઈ છે, ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરી દેવાયા છે, ઓરેવાના એમડી અને મેનેજર સહિતના લોકો જેલમાં છે ઉપરાંત પીડિતોને વળતર પણ ચૂકવાઈ ગયું છે ત્યારે હવે કેસમાં હાલ પૂરતું પૂર્ણ વિરામ મૂકવું જોઈએ, જો કે પીડિતોના વકીલોએ કંપનીને કેવી રીતે કોન્ટ્રાકટ અપાયો કોણ કોણ ભલામણમાં હતું તે બધું બહાર આવવું જોઈએ તેવી માંગ કરી હતી.

- text