નખત્રાણામાં 22મીથી પૂ. મોરારીબાપુની રામકથા

- text


મોરબી- માળિયા વિસ્તારના તમામ પ્રજાજનોને ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી બનવા ધારાસભ્ય કાંતીલાલનું આમંત્રણ

મોરબી : રામકથા આયોજન સમિતિ દ્વારા સાંસદ વિનોદભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ પૂજ્ય સંત ત્રિકમસાહેબ મંદિર, નખત્રાણા-કોટડા હાઇવે, નખત્રાણા (કચ્છ) મુકામે તા. 22/04/2023 થી તા. 30/04/2023 સુધી પૂજ્ય મોરારીબાપુના શ્રીમુખે નવર્ધ્વિસીય રામકથાનું દિવ્ય-ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. કથા દરમ્યાન પ્રતિ રોજ રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયેલ છે.

- text

ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું છે કે મોરબી માળીયા વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ, વિવિધ મંડલોના તમામ વર્તમાન-પૂર્વ હોદ્દેદારો, આગેવાનો અને નગરપાલિકા, જી. પંચા., તા. પંચા.ના ચૂંટાયેલા તમામ વર્તમાન-પૂર્વ પ્રતિનિધિઓ, પ્રત્યેક સમાજ, તમામ ઉધોગ ગૃહો, વેપારી એસોસિએશન તથા પ્રજાજનોને રામકથા શ્રવણ કરવા પધારવા આમંત્રણ છે. મોરબી માળીયા વિધાનસભા વિસ્તારમાં દરેક ગામ-વોર્ડમાં રૂબરૂ આમંત્રણ આપવાની ઈચ્છા હતી પરંતુ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં જવાબદારી આપવામાં આવેલ હોઇ આ આમંત્રણને રૂબરૂ ગણી લેજો.

- text