મોરબી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા ૨૬૦ કેસોનું સુખદ સમાધાન કરાયું

- text


૧૬૨ મહિલાને આશ્રય આપવામાં આવ્યો

મોરબી : મોરબીમાં ૧ વર્ષમાં ૨૮૩ કેસોમાં ૨૧૧ ધરેલું હિંસાના તેમજ ૭૨ અન્ય કેસો આવ્યા હતા. આ કેસોમાં સખી વન સ્ટોપ સેન્ટર મોરબી દ્વારા મદદ પુરી પાડી ઉમદા કામગીરી કરી ૨૬૦ કેસોનું સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું.

- text

મોરબી સખી વન સ્ટોપ સેન્ટરે વર્ષ -૨૦૨૨-૨૦૨૩ ના સમયગાળા દરમીયાન ૨૮૩ થી વધુ મહિલાઓને અત્યાચારમાં જરૂરી મદદ પુરી પાડી ઉમદા કામગીરી કરી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીના માર્ગદર્શક હેઠળ ચાલતું સખી વન સ્ટોપ સેન્ટર મોરબી વર્ષ ૨૦૨૨-૨૦૨૩ જેમાં ૧૮૧ ટીમ દ્વારા આવેલ કેસો ૯૩, જાતે આવેલ કેસ ૧૬૩ તેમજ પોલિસ સ્ટેશન દ્વારા ૨૪ કેસ આવ્યા હતા. ૯ મહિલાઓને કાયદાકીય સહાય આપવામાં આવી હતી. જ્યારે ૧૬૨ મહિલાને આશ્રય આપવામાં આવ્યો હતો. તેમજ ૧૬ મેડીકલ સહાય અને કેસનું ૨૬૦ સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું.

- text