ટંકારાના વાઘગઢ ગામની સીમમાં પરપ્રાંતીય શ્રમિકનો દાટેલો મૃતદેહ મળ્યો

- text


ટંકારા : ટંકારા તાલુકાના વાઘગઢ ગામની સીમમાં આજે જમીનમાં દટાયેલ હલતના મધ્યપ્રદેશના શ્રમિક વૃદ્ધનો મૃતદેહ મળી આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃત્યુનું કારણ જાણવા મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરવવા કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના વાઘગઢ ગામની સીમમા જમીનમાં દટાયેલ મૃતદેહ જનાવરોએ બહાર કાઢતા ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસના આ મૃતદેહ મધ્યપ્રદેશના વતની હીરાભાઈ વેસ્તાભાઈ ડાવરા ઉ.55નો હોવાનું અને વાઘગઢ ગામે પિતાપુત્ર મજૂરી કરવા આવેલ હોવાનું જાણવા મળ્યું છે અને ખેતમજૂરી કરતા પુત્રએ મૃતદેહ ઓળખી કાઢતા હાલમાં પોલીસે મૃત્યુનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવવા તજવીજ શરૂ કરી છે.

- text