મોરબીમાં જગદગુરુ મહાપ્રભુજીનો પ્રાગટય મહોત્સવ ધામધૂમથી ઉજવાયો

- text


વિવિધ કાર્યક્રમોનો વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ શ્રદ્ધાભેર લાભ લીધો

મોરબી : મોરબીમાં આવેલી પૌરાણિક પ્રસિદ્ધ મહાપ્રભુજીની બેઠક ખાતે આજે જગદગુરુ મહાપ્રભુજીનો 546મો પ્રાગટય મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો અને મહાપ્રભુજીનો 546મો પ્રાગટય મહોત્સવ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેનો વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ શ્રદ્ધાભેર લાભ લીધો હતો.

મોરબીના સામાકાંઠે આવેલી સુપ્રસિદ્ધ મહાપ્રભુજીની બેઠક ખાતે પુષ્ટિમાર્ગના પ્રવર્તક જગદગુરુ વલ્લભાચાર્યજીના આજે પ્રાગટય મહોત્સવ નિમિતે સમગ્ર મહાપ્રભુજીની બેઠકને ફૂલો સહિતની વસ્તુઓથી અદભુત શણગાર કરવામાં આવ્યો હતો. આજે મહાપ્રભુજીના દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના લોકો ઉમટી પડ્યા હતા અને પુષ્ટિમાર્ગના પ્રવર્તક જગદગુરુ વલ્લભાચાર્યજીના આજે પ્રાગટય મહોત્સવ નિમિતે પ્રબોધ સમય જાગ્યાના દર્શન, મંગલાના દર્શન, શ્રીગાર દર્શન, રાજભોગ દર્શન, નંદ મહોત્સવ, તિલક દર્શન, અપરસમાં ઝારી ચરણ સ્પર્શનો કર્મ, વલ્લભાચાર્ય પ્રાગટય દર્શન સહિતના કાર્યક્રમો ધર્મોલ્લાસભેર યોજાયા હતા. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

- text

- text