પોલીસ પ્રજાનો મિત્ર ! લીલાપરના દિવ્યાંગ વૃધ્ધાની મદદે દોડતી તાલુકા પોલીસની SHE ટીમ

- text


પોલીસ ટીમે બીમાર, વિધવા, વૃદ્ધ અને દિવ્યાંગ મહિલાને સારવાર કરાવી સધિયારો આપ્યો

મોરબી : મોરબી જિલ્લાના વૃદ્ધ લોકો સાયબર ક્રાઇમનો શિકાર ન બને તે સંદર્ભે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત મોરબી તાલુકાના લીલાપર ગામના બિમાર, દિવ્યાંગ અને વિધવા વૃધ્ધ મહિલાની મદદે આવી દવાખાને સારવાર અપાવી સધિયારો આપી પોલીસ પ્રજાનો મિત્ર છે સુત્ર સાર્થક કરી મોરબી તાલુકા પોલીસની શી ટીમે માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડયું હતું.

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા સિનિયર સિટીઝનોની રૂબરૂ મુલાકાત લઇ, સાયબર ક્રાઇમની જાગૃતતા તથા સિનિયર સિટીઝનોના પ્રશ્નોના ઉકેલ લાવવા અભિયાન હાથ ધર્યું છે જે અભિયાન અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક પી.એસ.ગૌસ્વામી, પી.એ.ઝાલા તથા મોરબી તાલુકા પોલીસ ઇન્સપેક્ટર કે.એ.વાળાના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની “SHE TEAM”ના પીએસઆઇ બી.એમ.બગડા, એ.એસ.આઇ, નેહલબેન જે.ખડીયા પો.કોન્સટેબલ લક્ષ્મણભાઇ પરબતભાઇ ચાવડા, અક્ષયરાજસિંહ હરવિંદસિંહ રાણા, મહિલા કોન્સ્ટેબલ ખમાબેન કાળુભાઇ બગોદરીયા, રાજેશ્રીબેન ભરતભાઇ વાઘેલા સહિતની ટીમ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝનની રૂબરૂ મુલાકાત કરી તેમના પ્રશ્નોના નિકાલ માટે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન લીલાપર ગામે સિનીયર સિટીઝન ગૌરીબેન બીજલભાઇ આંત્રેસા, ઉ.60ને ત્યા જઇ તેઓની રૂબરૂ મુલાકાત કરી હતી.

- text

ગૌરીબેનની રૂબરૂ મુલાકાત દરમિયાન શી ટીમને જાણવા મળ્યું હતું કે ગૌરીબેન વિધવા જીવન વિતાવે છે અને દિવ્યાંગ હોવાની સાથે તેમને શરીરના દુખાવાની તકલીફ હોવાની વાત ધ્યાને આવતા અશક્ત વૃધ્ધ અને દિવ્યાંગ ગૌરીબેનને નજીકના દવાખાને સારવાર માટે લઇ જઇ સારવાર અપાવી તેમના રહેણાક મકાને પરત મુકી આવી મદદ માટેનો સધિયારો આપી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડી પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સાર્થક કરેલ છે.

- text