એ આગ કબ બુઝેગી ! મોરબી નજીક પેપર મિલની ભીષણ આગના લબકાર હજુ ચાલુ

- text


આગને કાબુમાં લેવા મોરબી ઉપરાંત રાજકોટની ફાયરની ટીમ પણ કામે લાગી

મોરબી : મોરબી નવાગામ રોડ ઉપર આવેલી પેપરમિલમાં આજે બપોરે અચાનક ભયાનક આગ ભભૂકી ઉઠતા આ આગમાં પેપરનો મોટો જથ્થો બળીને રાખ થઈ ગયો હતો. બપોરે આ પેપર મિલમાં લાગેલી આગ રાત્રીના 8-30 થવા છતાં કાબુ આવી ન હતી. મોરબી ફાયર ફાયટરે સતત આગ બુઝાવવા પાણીનો મારો ચાલવીને આગ ઉપર કાબુ મેળવવા તનતોડ મહેનત કરી હતી પણ પેપરના વિશાળ જથ્થામાં લાગેલી આગ એટલી બધી ભયાનક હોવાથી રાજકોટ ફાયર બ્રિગ્રેડની મદદ લેવી પડી હતી. હાલ આગ બુઝાવવા મોરબીની સાથે રાજકોટની ફાયરની ટીમ પણ કામે લાગી છે.

મોરબીના નવાગામ રોડ ઉપર આવેલી સોમનાથ પેપરમિલમાં આજે બપોરે 4 વાગ્યાની આસપાસ કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જોત જોતામાં આગે રોદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા પેપર સહિતનો મોટો જથ્થો આગની લપેટમાં આવી ગયો હતો અને પેપરમિલમાં આગ હી આગ જેવા ભયાનક દ્રશ્યો સામે આવ્યા હતા, પેપરનો મોટો જથ્થો ભડભડ સળગી ઉઠતા આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ બનાવની જાણ થતાં મોરબી ફાયર બ્રિગ્રેડ ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા સહિતનો તમામ ફાયર સ્ટાફ બન્ને બાઉઝર સાથે ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બપોરના 4 વાગ્યાથી આગને બુઝાવવા સતત પાણીનો મારો ચાલવી રહ્યા છે. પણ આગ એટલી ભયાવહ છે કે મોરબીનો ફાયર સ્ટાફ અને તમામ સાધન સામગ્રી ટૂંકી પડી હતી આથી સાંજે રાજકોટથી ફાયર બ્રિગ્રેડની મદદ લેવાય હતી.

- text

બનાવની જાણ થતાં રાજકોટથી ફાયર બ્રિગ્રેડની એક ટીમ સાધન સામગ્રી સાથે મોરબી ઘટનાસ્થળે દોડી આવી હતી અને મોરબીની ટીમ સાથે જોડાયને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પણ હજુ આગ કાબુમાં આવી નથી. પેપરનો જથ્થો હજુ ભડભડ સળગી રહ્યો છે અને સતત આગ લબકારા મારી રહી છે. આ અંગે ફાયર બ્રિગ્રેડના સ્ટાફે ઘટનાસ્થળેથી જ વિગતો આપતા જણાવ્યું હતું કે આગ ઘણી જ ભયંકર છે. આગ ઉપર કાબુ મેળવવા સતત પાણીનો મારો ચાલી રહ્યો છે.પણ નીચેથી પેપર, પુઠા સહિતની સામગ્રી ભડભડ સળગી રહી છે. આગ ક્યાં કારણે લાગી એનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પણ આગ મોટી અને વિકરાળ હોવાથી હાલ મોરબી અને હાલ રાજકોટની ફાયરની ટીમ દ્વારા સતત આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો ચાલુ છે. આગની નુક્શાનીનો હાલ તાગ મેળવવો અશક્ય છે. પણ આગ ભયાનક હોવાથી મોટી નુક્શાનીનો અંદાજ છે તેમ જણાવ્યું હતું.

- text