હાલો મામાના ઘરે…! રાજ્યભરમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર

- text


સરકારી શાળાઓમાં 1મેથી 4 જૂન રજા : 5 જૂનથી નવું સત્ર થશે શરૂ

મોરબી : ગુજરાત સરકારે શાળાના વિધાર્થીઓના વેકેશન માટે તારીખો જાહેર કરી છે. રાજ્ય સરકારે સરકારી શાળામાં અગામી મે મહિનાની શરૂઆતથી 35 દિવસ સુધી ઉનાળું વેકેશનની જાહેરાત કરી છે.

ગુજરાત સરકારે સત્તાવાર જાહેરાતમાં કહ્યું કે, રાજ્યમાં શાળાઓમાં 35 દિવસના ઉનાળા વેકેશનનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉનાળા વેકેશનની શરૂઆત 1 મેથી થશે અને 4 જુન સુધી શાળાઓમાં રજા રહેશે. 5મી જુનથી ફરી શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે અને નવા સત્રનો પ્રારંભ થશે.

- text

- text