મોરબીમાં ગેરકાયદે દબાણ દુર કરવા મુખ્યમંત્રીને રજૂઆત

- text


મોરબી : મોરબી શહેરના ધોળેશ્વર સ્મશાન તરફ જતા રસ્તા પર તેમજ સ્મશાનના ઘણા ભાગમાં ગેરકાયદેસર દબાણ થયું હોય તેને દૂર કરાવવા માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન મોરબીના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી છે.

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન મોરબીના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબીના ધોળેશ્વર સ્મશાન વિસ્તારમાં જન્માષ્ટમી ઉપર લોકમેળાનું આયોજન પાલિકા દ્વારા કરવામાં આવતું હતું. હાલમાં આ સ્મશાન જવાનો રસ્તો પહેલા 60 ફૂટ પહોળો હતો ત્યાં હવે દબાણ થતાં સ્મશાન જતાં ડાઘુઓને તકલીફ પડી રહી હોવાનું રજુઆતમાં જણાવવામાં આવ્યું છે.

- text

વધુમાં વીસી ફાટકથી આ દબાણની શરૂઆત થાય છે અને છેક સ્મશાન સુધી દબાણ થયું છે. આ ઉપરાંત મેળાનું મેદાન પણ દબાણોના કારણે સાંકડું થઈ ગયું છે. આ જગ્યા હાલ દારૂ, જૂગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓનું સ્થાન બની ગયું હોવા છતાં તંત્ર દ્વારા પણ કોઈ પગલાં ભરવામાં આવતાં ન હોવાનો આરોપ લગાવી તાત્કાલિક દબાણ દૂર કરવાની સાથે અહીં સ્મશાનની હદની માપણી કરાવી જગ્યા નક્કી કરી સ્મશાનમાં જરૂરી રીનોવેશન કરીને ગેસ આધારિત સ્મશાન બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી છે.

- text