હળવદના પીઆઇને સસ્પેન્ડ કરવાના વિરોધમાં રણછોડગઢ ગામ બંધ

- text


હળવદ : હળવદ પંથકમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મોટાપાયે ચાલતા રેતી ચોરીના કૌભાંડ પર દરોડાની કાર્યવાહી કરાયા બાદ ડીજીપી દ્વારા હળવદ પોલીસ મથકના પીઆઇ એમ.વી. પટેલને સસ્પેન્ડ કરાતા આ સસ્પેશન ઓર્ડરના વિરોધમાં રણછોડગઢ ગામ દ્વારા બંધ પાડી વિરોધ પ્રગટ કરવામાં આવ્યો છે.

ગત શનિવારે હળવદ તાલુકાના ચાડધ્રા નજીક બાહણી નદીમાં બેફામ રેતી ચોરી કરતા ખનિજ ચોરો પર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો.જેમાં કરોડનો મુદામાલ સાથે 30 આરોપીઓની ધરપકડ કરી હતી. આ ઘટનાને પગલે ડીજીપી વિકાસ સહાય દ્વારા હળવદના પીઆઇ એમ.વી. પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સસ્પેશન ઓર્ડરના ઘેરા પડઘા પડ્યા હતા અને પીઆઇ એમ.વી.પટેલને સસ્પેન્ડ કરવાના વિરોધમાં 3 હજારની વસ્તી ધરાવતા હળવદ તાલુકાના રણછોડગઢ ગામે બંધ પાડીને પીઆઇનો સસ્પેન્ડ ઓર્ડર રદ કરવાની માંગ કરી છે તેવું તાલુકા પંચાયતના સદસ્ય મહેશભાઈ કોપણીયાએ જણાવ્યું હતું.

- text

- text