મોરબીમા ભવાની ખમણ વાળા સ્મિતાબેને વાહન પાર્કિંગ મામલે શ્વાતીબેનને ફટકાર્યા

- text


કોમ્પ્લેક્સના પાર્કિંગમાં વાહન પાર્કિંગ મામલે બન્ને પક્ષે સામસામી ફરિયાદ 

મોરબી : મોરબીના રામચોક નજીક આવેલ કોપ્લેક્સમાં વાહન પાર્ક કરવા મામલે ભવાની ખમણના સંચાલક સ્મિતાબેન સહિતના લોકોએ અહીં ઓફીસ ધરાવતા શ્વાતીબેનને વાહન પાર્કિંગ મામલે ઝઘડો કરી વાળ પકડી માર મારી ખમણ કાપવાની છરી બતાવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. સામે પક્ષે સ્મિતાબેને પણ વળતી ફરિયાદ નોંધાવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રામચોકમાં આવેલ સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સમાં ઓફીસ ધરાવતા શ્વાતીબેન પીયૂષભાઈ અઘારા ગઈકાલે પોતાના નિત્યક્રમ મુજબ પોતાની ઓફિસે આવી કોમ્પ્લેક્સના નીચે પાર્કિંગમાં પોતાનું હીરો માઈસ્ટ્રો વાહન પાર્ક કરતા ભવાની ખમણ વાળા સ્મિતાબેન નવનીતભાઈ રૂપારેલીયા, નવનીતભાઈ બાબુલાલ રૂપારેલીયા, કરણ નવનીતભાઈ રૂપારેલીયા અને ધ્રુવ નામના શખ્સોએ અહીં વાહન પાર્ક ન કરવુ અહીં અમારે ગ્રાહકોને બેસાડવા હોય કહી ઝઘડો કરી ઢીકા પાટુનો માર મારી સ્મિતાબેને ખમણ કાપવાની છરી બતાવી ત્રણેય પુરુષોએ શ્વેતાબેનને પકડી રાખી માર માર્યા બાદ જાનથી મારી નાખવા ધમકી આપતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

સામે પક્ષે સ્મિતાબેન નવનીતભાઈ રૂપારેલીયાએ પણ શ્વાતીબેન પીયૂષભાઈ અઘારા, પીયૂષભાઈ જયંતીભાઈ અઘારા, અભય અને સૌરવ નામના આરોપીઓ વિરુદ્ધ પાર્કિંગની જગ્યામાં ગ્રાહકોને બેસાડવા હોય વાહન પાર્ક કરવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા ચારેય આરોપીઓએ હુમલો કરી ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text