મોરબીના પંચમુખી હનુમાન મંદિરે હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી

- text


હનુમાન જયંતિ નિમિતે અંખડ રામ નામના જાપ, હોમ હવન તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા

મોરબી : મોરબીના પંચમુખી હનુમાન મંદિરે હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. હનુમાન જયંતિ નિમિતે અંખડ રામ નામના જાપ, હોમ હવન તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર સોનાપુરી સ્મશાન ગૃહ પાસે આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે આજે હનુમાન જયંતિ નિમિતે અંખડ રામ નામના જાપ કરવામાં આવ્યા હતા અને હોમ હવન તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પંચમુખી હનુમાનજી મંદિર દ્વારા વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.આ મંદિર દ્વારા દરરોજ 150 જેટલા લોકોને બપોરે ટિફિન સેવા પૂરી પાડવામાં આવે છે અને રાહતદરે દવાખાનું ચલાવવામાં આવે છે.

- text

- text