ટંકારા ખાતે હનુમાન જયંતિ અવસરે ત્રિવિધ કાર્યક્રમો યોજાશે

- text


બ્રહ્મ ચોર્યાસી, લક્ષ્મીનારાયણ મંદિરે ધ્વજા અર્પણ અને રામદાસબાપુની બીજી પુણ્યતિથિ ઉજવાશે

ટંકારા : આગામી તા.6 એપ્રિલના રોજ હનુમાન જયંતીના પાવન અવસરે ટંકારા ડેમી નદીના કાંઠે આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે બ્રહ્મ ચોર્યાસી, લક્ષ્મીનારાયણ મંદિરે ધ્વજા અર્પણ અને રામદાસબાપુની બીજી પુણ્યતિથિ ઉજવવાના આયોજન સાથે ત્રિવિધ કાર્યક્રમ ઘડી કઢાયા છે.

ટંકારાના દેરીનાકા ઝાપા બહાર ડેમી નદીના કિનારે આવેલા શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે આગામી 06-04-2023ને ગુરૂવારે માતા સિતાના દુલારા શ્રી રામચંદ્રના પરમ ભક્ત અંજની પુત્ર, મહાબલી, પવનપુત્ર મહાવિર અને કળિયુગના જીવતા જાગતા હાજરા હજૂર દેવ, ટંકારા પંચવટી ધામમાં બિરાજમાન શ્રીપંચમુખી હનુમાનજીના સાનિધ્યમાં પ્રાગટ્ય દિવસે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે ધ્વજાજી અર્પણ થશે સાથો-સાથ બ્રહ્મ ચોર્યાસીનુ આયોજન કર્યું છે. આ પાવન દિવસે બ્રહ્મલિનશ્રી 108 રામદાસ બાપુની બિજી પુણ્યતિથી, હનુમાનજી મહારાજનો જન્મ મહોત્સવ શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે ધ્વજાજી મહોત્સવ ઉજવવામાં આવશે.

- text

આમ ત્રિવેણી અવસરે ઉપસ્થિત રહેવા મહંત શ્રી સીતારામ બાપુ તથા સેવકગણ અને વ્યવસ્થા સમિતીએ ધાર્મિક ઉત્સવમાં જોડાવવા અને મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે. ગુરુવારે સવારે 8:30 વાગ્યે વાજતે ગાજતે શ્રી પંચવટી ધામ ખાતેથી શ્રી લક્ષ્મીનારાયણ મંદિર સુધી શોભાયાત્રા યોજાશે અને ધ્વજાજી અર્પણ કરવામાં આવશે, જ્યારે બપોરે મહા આરતી બાદ બ્રહ્મ ચોર્યાસી અને બાદમાં હનુમાન ભક્તોનો મહાપ્રસાદ યોજાશે.

- text