રશિયાના મોસ્કો ખાતે આયોજિત સિરામિક એક્સઝીબિશનમાં મોરબી છવાયું

- text


સિરામિક સેકટરમાં સહભાગિતા અંગે રશિયા – ભારત સરકારના સહયોગથી બિઝનેશ મિટિંગ પણ યોજાઈ

મોરબી : રશિયાના મોસ્કો ખાતે તાજેતરમાં સિરામિક એક્ઝિબિશન યોજાયું હતું જેમાં મોરબી સિરામિક કલસ્ટરમાંથી 25થી વધુ નામાંકિત કંપનીઓએ પોતાના ઉત્કૃષ્ઠ વર્લ્ડ કલાસ પ્રોડક્શન રજૂ કરતા સમગ્ર એક્સઝીબિશનમાં મોરબીની પ્રોડક્ટ છવાઈ ગઈ હતી. એક્ઝિબિશનની સાથે સાથે સિરામિક સેકટરમાં સહભાગિતા અંગે રશિયા – ભારત સરકારના સહયોગથી બિઝનેશ મિટિંગ પણ યોજાઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ રશિયાના મોસ્કો ખાતે મોસબ્યુલ્ડ સિરામિક એકઝીબિશનનું 28માર્ચથી 31 માર્ચ દરમિયાન આયોજન થયું હતું જેમાં મોરબી સિરામિક ક્લસ્ટરની અગ્રણી એક્સપોર્ટ કરતી કંપનીઓ પૈકી વરમોરા, કલરટાઇલ, ફ્લેવર ગ્રેનિટો, સેલેસ્ટા, સોનેક્સ, વેલસા, ફોર ટાઇલ, બ્લ્યુ ઝોન, વિન્ટેલ, નેસા, લેપર્ડ, ગ્રેનિસર સહિતની 25થી વધુ કંપનીઓએ પોતાની વિવધ પ્રોડક્ટ્સ રજૂ કરતા રશિયાના ઉપભોક્તાઓએ જોરદાર પ્રતિસાદ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રશિયા અને ભારત વચ્ચે વેપાર વાણિજ્ય વધે તે માટે બન્ને દેશની સરકાર પ્રયત્નશીલ છે ત્યારે એક્ઝિબિશનની સાથો સાથ સિરામિક સેકટરમાં સહભાગિતા અંગે રશિયા અને ભારત સરકારના સહયોગથી બિઝનેશ મિટિંગ પણ યોજાઈ હતી જેમાં મોરબીના 60 જેટલા ઉદ્યોગકારો હાજર રહયા હતા.

- text

- text