શિષ્યવૃત્તિ પરીક્ષામાં સંઘવી કન્યા વિદ્યાલયની છાત્રા વાંકાનેર તાલુકામાં પ્રથમ ક્રમે 

- text


વાંકાનેરઃ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં મોરબી જિલ્લામાં 874 વિદ્યાર્થીઓ પ્રતિભાગી થયા હતા. જેમાંથી 39 વિદ્યાર્થીઓની મોરબી જિલ્લામાં શિષ્યવૃત્તિની મેરીટ યાદીમાં પસંદગી થઈ છે. જેમાં વાંકાનેર તાલુકામાં પ્રથમ નંબર અને મોરબી જિલ્લામાં ચોથા નંબર સાથે અર્બન વિસ્તારમાંથી શ્રીમતી એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની ચૌહાણ સૌમ્યા કેતનભાઇની પસંદગી થઈ છે.

વાંકાનેર તાલુકામાં પ્રથમ નંબર મેળવવા બદલ સૌમ્યાને શાળા પરિવાર અને ટ્રસ્ટીઓએ અભિનંદન પાઠવ્યા છે. આ ઉપરાંત એલ.કે. સંઘવી કન્યા વિધાલયની અન્ય 20 વિદ્યાર્થિનીઓએ પણ આ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા આપી હતી. જેમાંથી 17 વિદ્યાર્થિનીઓ ખૂબ સારા માર્કસ સાથે ઉત્તીર્ણ થઈ છે. તેમની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર અને વિદ્યા ભારતી વાંકાનેરે અભિનંદન પાઠવ્યા છે.

- text

- text