મોરબી નહેરુ ગેઇટ ચોકમાં રામનવમીએ લાઈવ ઓરક્રેસ્ટ્રા – ભજન સંધ્યા યોજાઈ

- text


સમસ્ત હિન્દૂ સમાજના નેજા હેઠળ સમસ્ત માલધારી સમાજ, વડવાળા યુવા સંગઠન અને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ભગવાન શ્રી રામના જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો, નામાંકિત કલાકારોએ ભજન સહિતના ભક્તિસભર કાર્યક્રમો રજૂ કરીને શ્રોતાઓને ડોલાવી દીધા

મોરબી : મોરબીમાં સર્વ હિન્દૂ સમાજ દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સર્વ હિન્દૂ સમાજના નેજા હેઠળ સમસ્ત માલધારી સમાજ, વડવાળા યુવા સંગઠન અને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ભગવાન શ્રી રામના જન્મોત્સવનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું અને રામનવમીની ભવ્ય ઉજવણીના ભાગરૂપે નહેરુ ગેઇટ ચોકમાં લાઈવ ઓરક્રેસ્ટ્રા સહિત ભજન સંધ્યા સહિતના ભક્તિસભર કાર્યક્રમો યોજાયા હતા.

મોરબીમાં વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ થકી દેશભાવના ઉજાગર કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ અને સમસ્ત માલધારી સમાજ તેમજ વડવાળા સંગઠન દ્વારા સમસ્ત હિન્દૂ સમાજના નેજા હેઠળ આ વખતે પ્રથમ વખત ભગવાન શ્રી રામનો જન્મોત્સવ એટલે રામનવમી ભવ્ય રીતે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રામનવમીની ભવ્ય ઉજવણીના ભાગરૂપે નહેરુ ગેઇટ ચોકમાં રાત્રે લાઈવ ઓરક્રેસ્ટ્રા સહિત ભજન સંધ્યા યોજાઈ હતી. લાઈવ ઓરક્રેસ્ટ્રામાં નામાંકિત કલાકારો અદભુત સંગીતના સથવારે ભગવાન શ્રી રામલલ્લાના જન્મોત્સવના ગુણગાન ગાતા ભજનો અને ગીતો,રામધૂનની જમાવટ કરી હતી. આખું વાતાવરણ ભક્તિસભર બની ગયું હતું.

આ તકે, ભગવાન શ્રી રામની મહત્તા વિશે અદભુત ગીતો રજૂ કરીને ભગવાનની શ્રી રામની ભક્તિમાં તલ્લીન થઈ ગયા હતા. નહેરુ ગેઇટ શહેરનું હૃદય હોય આ ભક્તિસભર કાર્યક્રમમાં મોટો જન સમુદાય ઉમટી પડ્યો હતો. અને સૌ કોઈ રામમય બની ગયા હતા.. આ તકે માલધારી સમાજના યુવાનોને પરંપરાગત ધોતી-કુર્તા પહેરીને ભગવાન શ્રી રામના જન્મોત્સવમાં સામેલ થયા હતા અને નામાંકિત કલાકારોએ ભજન સહિતના ભક્તિસભર કાર્યક્રમો રજૂ કરીને શ્રોતાઓને ડોલાવી દીધા હતા.

- text

- text