મોરબીમાં ફરાળી લોટની રોટલી ખાધા બાદ પાંચને ચક્કર – ઉલ્ટી 

- text


અવધ સોસાયટીમાં રહેતા મેટાલીયા પરિવારે શ્રીજી કંપનીના ફરાળી લોટમાંથી બનાવેલ રોટલી ખાતા જ તબિયત લથડી 

મોરબી : મોરબીના નાની કેનાલ રોડ ઉપર આવેલ અવધ સોસાયટીમાં રામનવમીના પાવન દિવસે મેટાલીયા પરિવારે ઉપવાસ રાખ્યા બાદ બપોરે શ્રીજી કંપનીના ફરાળી લોટમાંથી બનાવેલી રોટલી આરોગતા જ પરિવારના પાંચ સભ્યોને ચક્કર અને ઉલ્ટીઓ શરૂ થતા મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે પૈકી એક સભ્યની હાલત વધુ લથડતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

મોરબીની અવધ સોસાયટીમાં રહેતા જયદીપભાઈ મેટાલિયાના જણાવ્યા મુજબ ગઈકાલે રામનવમીનો પવિત્ર તહેવાર હોય તેમના પરિવારના સાત સભ્યો ઉપવાસ રહ્યા હતા અને સોસાયટી નજીક જ આવેલ મનપસંદ કિરાણાની દુકાનમાંથી શ્રીજી કંપનીનો ફરાળી લોટ લાવી બપોરના સમયે આ લોટમાંથી બનાવેલી રોટલી આરોગતા મેટાલીયા દિપ્તીબેન જતીનભાઈ, મેટાલીયા બીનાબેન જયદીપભાઈ, મેટાલીયા પ્રાચી જયદીપભાઈ, મેટાલીયા જતીનભાઈ મહેન્દ્રભાઈ અને મેટાલીયા ભાવનાબેન મહેન્દ્રભાઈને અચાનક જ ચક્કર આવવાની સાથે ઉલ્ટીઓ થવા લાગતા ડોક્ટર ચંદ્રેશ વડગાસીયાની શ્યામ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, મોરબીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની શિથિલતાને કારણે ભેળસેળીયા તત્વો બેફામ બન્યા છે ત્યારે મેટાલીયા પરિવાર સાથે શ્રીજી કંપનીનો ફરાળી લોટ આરોગ્ય બાદ બનેલી આ ઘટનામાં ભેળસેળીયા તત્વો સામે પગલાં ભરાઈ તે માટે પરિવારજનો દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવા પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. ચોંકાવનારી બાબત તો એ છે કે આ ગંભીર ઘટનામાં મેટાલીયા ભાવનાબેન મહેન્દ્રભાઈની તબિયત વધુ લથડતા તેમને રાજકોટની વિરલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.આમ, રામનવમીનો ઉપવાસ કરનાર મેટાલીયા પરિવાર ઉપર ફરાળી લોટના કારણે આફત ઉતરી આવી હતી.

- text

- text