મોરબીના વાડી વિસ્તારોમાં 27 કરોડના ખર્ચે ભૂગર્ભગટરની યોજના મંજૂર

- text


વોર્ડ નંબર 11ના રોલા રાતડીયા વાડી વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું ખાતમુહૂર્ત કરી કામ શરૂ કરાયું 

મોરબી : મોરબીના વાડી વિસ્તારોમાં 27 કરોડના ખર્ચે ભૂગર્ભગટરની યોજના મંજૂર કરવામાં આવી છે અને વોર્ડ નંબર 11ના રોલા રાતડીયા વાડી વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું ખાતમુહૂર્ત કરી કામ શરૂ કરાયું છે.

મોરબી નગરપાલિકા વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા રૂપિયા આશરે 27 કરોડના ખર્ચે ભૂગર્ભગટરની યોજના મંજૂર કરવામાં આવી છે. તે તમામ હોદ્દેદારોના સાથ સહકારથી આ કામ કરવાનું શક્ય બન્યું છે. આજે વોર્ડ નંબર 11 વિસ્તારમાં રોલા- રાતડીયાની વાડીથી આ કામ ચાલુ કરવામાં આવ્યું છે. જેનુ છગનભાઈ વિરજીભાઈ પરમારના હસ્તે શ્રીફળ વધેરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેથી આ વિસ્તારના ભાઈઓ બહેનોએ નગરપાલિકાના તેમજ ધારાસભ્ય અને સંગઠનના સૌ આગેવાનોનો આભાર માની અભિનંદન આપ્યા છે. તેમ કે. કે. પરમારની યાદીમાં જણાવાયું છે.

- text

- text