ટંકારામાં પશ્ચિમ ભારત મજુર અધિકાર મંચની બેઠક મળી

- text


મજૂરોને પડતી સમસ્યા, મજૂરોના હક – અધિકાર અને મજૂરોને મળતા ફાયદાઓ વિશે માહિતી અપાઈ

ટંકારા : ટંકારામાં ખજૂરા હોટેલમાં પશ્ચિમ ભારત મજુર અધિકાર મંચની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મજૂરોને પડતી સમસ્યા, મજૂરોના હક અધિકાર અને મજૂરોને મળતા ફાયદાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.

આ મિટિંગનું સમગ્ર આયોજન એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ અને મહેશભાઈ ચાવડાએ કર્યું હતું, જેમાં મહેમાનોમાં હાઈકોર્ટના એડવોકેટ અશોક સમ્રાટ, ડો. જ્યંતીભાઈ માકડીયા, CLRA માંથી રોહિતભાઈ ચૌહાણ, સામાજિક અગ્રણી નાગજીભાઈ ચૌહાણ, રમેશભાઈ રાઠોડ, પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન મહેશભાઈ લાધવા, રનિંગ તાલુકા પંચાયત સદસ્ય જ્યંતીભાઈ સારેસા, ઈંજીનીયર કલ્પેશ પરમાર, બહુજન યોદ્ધા મુકેશભાઈ પરમાર હાજર રહ્યા હતા, તેમજ બહોળી સંખ્યામાં મજૂરો અને કોન્ટ્રાક્ટરો હાજર રહ્યા હતા.

- text

- text